શિવસેના MLAની દબંગગીરી,જળમગ્ન રસ્તા પર કૉન્ટ્રેક્ટરને બેસાડી નખાવ્યો કચરો

13 June, 2021 06:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સામાન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ચાંદીવલીથી શિવસેના વિધેયક દિલીપ લાંડે પોતાના વિધાનસભા ક્ષેત્રમાં નીકળ્યા. તેમને ખબર પડી કે નાળાની કીચડ રસ્તા પર જામી ગઈ છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

મુંબઇના ચાંદીવલી વિસ્તારના વિધેયક દિલીપ લાંડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાય છે કે તે નાળાની કીચડમાં એક વ્યક્તિને જબરજસ્તી બેસાડે છે અને કેટલાક લોકો પાસેથી તેના પર કચરો ફેંકાવડાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ કોન્ટ્રેક્ટર છે જેને અહીંની સફાઇનું કામ આપવામાં આવ્યું હતું પણ તેણે પોતાનું કામ પ્રામાણિકતાથી નથી કર્યું. આથી તેને પાઠ ભણાવવા માટે વિધેયકે તેની સાથે આ પ્રકારનો વ્યવહાર કર્યો છે.

મુંબઇમાં વરસાદની સાથે જ સ્થળે-સ્થળે પાણી ભરાયું અને નાળાઓ છલકાવા લાગ્યા છે. સામાન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ચાંદીવલીથી શિવસેના વિધેયક દિલીપ લાંડે પોતાના વિધાનસભા ક્ષેત્રમાં નીકળ્યા. તેમને ખબર પડી કે નાળાની કીચડ રસ્તા પર જામી ગઈ છે. તે ગુસ્સે ભરાયા અને ત્યાંના કૉન્ટ્રેક્ટરને બોલાવ્યો.

વિધેયકે કહ્યું આ
કૉન્ટ્રેક્ટરના આવતા જ તેમણે તેને કીચડ અને પાણી ભરાયેલી જગ્યાવાળા રસ્તા પર બેસાડી દીધો. કૉન્ટ્રેક્ટરના બેસ્યા પછી તેમણે પોતાના કાર્યકર્તાઓ પાસેથી તેના પર કચરો ફેંકાવડાવ્યો. વિધેયકે કહ્યું કે, "મેં આવું એટલા માટે કર્યું કારણકે કૉન્ટ્રેક્ટરે પોતાનું કામ યોગ્ય રીતે નથી કર્યું."

દિલીપ લાંડેએ કહ્યું, "હું છેલ્લા 15 દિવસોથી કૉન્ટ્રેક્ટરને ફોન કરીને રસ્તા સાફ કરવા માટે કહી રહ્યો હતો. પણ તેણે આવું ન કર્યું. શિવસેનાના લોકો પોતે ત્યાં કામ કરતા હતા. આ ખબર પડતા કૉન્ટ્રેક્ટર ત્યાં આવ્યો. મેં તેને કહ્યું કે આ તેની જવાબદારી છે અને આ તેણે કરવું જોઇએ."

mumbai mumbai news