બીજેપીએ અમારા વિધાનસભ્યોનું અપહરણ કર્યું છેઃ સંજય રાઉત

22 June, 2022 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ ગઈ કાલ સવારથી જ શિવસેનામાં હડકંપ મચી ગયો હતો.

સંજય રાઉત


એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ ગઈ કાલ સવારથી જ શિવસેનામાં હડકંપ મચી ગયો હતો. ગઈ કાલે સવારે જ વર્ષા બંગલા પર શિવસેનાના પ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ 
ઠાકરેએ વિધાનસભ્યો સાથે અર્જન્ટ બેઠક કરી હતી. 
એ બેઠક પછી સંજય રાઉતે કહ્યું હતું કે ‘આ બેઠકમાં શિવસેનાના પક્ષપ્રમુખ અને ઘણા વિધાનસભ્યો હાજર રહ્યા હતા. આ પરિસ્થિતિ ઊભી થઈ છે અથવા ઊભી કરવામાં આવી છે. આની પાછળ બીજેપીનું કાવતરું છે. ઘણા ​દિવસોથી ઑપરેશન લોટસ ચાલુ હતું. હવે ખબર પડી કે એ આ લોકોએ કર્યું હતું. નહીં તો અમારા વિધાનસભ્યોનું અપહરણ કરીને ગુજરાત ન લઈ ગયા હોત અને ગુજરાત પોલીસ અને કેન્દ્ર સરકારના ઓથાર હેઠળ તેમને ન રાખ્યા હોત. અનેક વિધાનસભ્યોએ ત્યાંથી નાસવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમના પર ખૂની હુમલાઓ કરાયા છે એવી માહિતી મળી છે. કેટલાક વિધાનસભ્યોએ જણાવ્યું છે કે અમને જીવનું જોખમ છે, અમારું ખૂન પણ થઈ શકે. આવું વાતાવરણ બનાવાઈ રહ્યું છે. મને ખબર નથી પડતી. જોકે એમ છતાં શિવસેના આ બધામાંથી બહાર આવશે. ​શિવસેનાનું સંગઠન આમાંથી ફરી એક વખત ઊભરી આવ્યું છે. કોઈ કંઈ પણ કહે, શિવસેનામાં ફૂટ પડી નથી. સાંજે ફરી એક વખત બેઠક થવાની છે. અનેક વિધાનસભ્યો અમારા સંપર્કમાં છે.’  

mumbai news shiv sena sanjay raut