વાઈન દારૂ નથી..આવું કહી ભાજપ પર કાળઝાળ થયા શિવસેના સાંસદ સંજય રાઉત

28 January, 2022 07:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિવસેનાના નેતાએ ભાજપની ટીકા કરતા કહ્યું કે તે તેનો વિરોધ કરે છે, પરંતુ તેણે ખેડૂતો માટે કંઈ કર્યું નથી. મહારાષ્ટ્રના ખેડૂતોની આવક બમણી કરવા માટે અમે વાઇનના વેચાણને લઈને આ પગલું ભર્યું છે.

સંજય રાઉત (ફાઈલ ફોટો)

શિવસેનાના નેતા સંજય રાઉત (Sanjay Raut)એ મહારાષ્ટ્રના સુપરમાર્કેટ અને દુકાનોમાં વાઇનના વેચાણને મંજૂરી આપવાના નિર્ણયનો બચાવ કર્યો છે. તેનો વિરોધ કરવા બદલ તેમણે ભાજપની ટીકા કરી હતી. રાઉતે કહ્યું કે વાઇન દારૂ નથી. વાઇનના વેચાણમાં વધારો થશે તો મહારાષ્ટ્રના ખેડૂતોને ફાયદો થશે.

શિવસેનાના નેતાએ ભાજપની ટીકા કરતા કહ્યું કે તે તેનો વિરોધ કરે છે, પરંતુ તેણે ખેડૂતો માટે કંઈ કર્યું નથી. મહારાષ્ટ્રના ખેડૂતોની આવક બમણી કરવા માટે અમે વાઇનના વેચાણને લઈને આ પગલું ભર્યું છે.

ખેડૂતો સાથે ભાજપની દુશ્મનીઃ રાઉત

આ મામલે શિવસેનાના સાંસદ રાઉતે કહ્યું કે, વાઈન ઉદ્યોગ મોટાભાગે દ્રાક્ષ, ચીકુ, જામફળ અને અનાજ પર નિર્ભર છે. ખેડૂતો જે ફળો અને અનાજ ઉગાડે છે તેમાંથી વાઇન બનાવવામાં આવે છે. ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોના હિતમાં સાહસિક નિર્ણયો લેવા પડશે. તેનો વિરોધ કરનારા ખેડૂતોના દુશ્મન છે.

ફડણવીસે કહ્યું હતું- મહારાષ્ટ્ર કે વાઈન નેશન

ભાજપ મહારાષ્ટ્રમાં મોલ, સુપરમાર્કેટ અને દુકાનોમાં વાઇનના વેચાણનો વિરોધ કરી રહી છે. પાર્ટીનું કહેવું છે કે રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલને સસ્તું કરવાને બદલે દારૂના વેચાણ માટે સુવિધાઓ આપી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ મહારાષ્ટ્ર છે કે મધ્ય રાષ્ટ્ર? કોરોનાના સમયગાળા દરમિયાન રાજ્ય સરકારે ખેડૂતો અને ગરીબો માટે એક પણ મદદની જાહેરાત કરી નથી. તેઓ માત્ર દારૂની જ કાળજી રાખે છે. પેટ્રોલ અને ડીઝલ મોંઘા અને દારૂ સસ્તો થઈ રહ્યો છે.

mumbai news mumbai sanjay raut