17 April, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જાયસવાલ
મહારાષ્ટ્રના ક્રીડા અને યુવક કલ્યાણપ્રધાન દત્તાત્રય ભરણેએ ગઈ કાલે વર્ષ ૨૦૨૩-’૨૪ માટે શિવછત્રપતિ રાજ્ય ક્રીડા પુરસ્કારની મંત્રાલયમાં જાહેરાત કરી હતી. ભૂતપૂર્વ નૅશનલ કબડ્ડી ખેલાડી શકુંતલા ખટાવકરને જીવનગૌરવ તથા પૅરા ઑલિમ્પિકપદક વિજેતા સચિન ખિલારી, ક્રિકેટરો શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જાયસવાલ સહિત ૮૯ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. ૧૮ એપ્રિલે પુણેમાં બાલેવાડી સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં પુરસ્કાર વિતરણ સમારંભ આયોજિત કરવામાં આવ્યો છે. એમાં જીવનગૌરવ પુરસ્કાર માટે પાંચ લાખ રૂપિયા અને શિવછત્રપતિ પુરસ્કાર માટે ત્રણ લાખ રૂપિયાનું ઇનામ અને સન્માનચિહ્ન ખેલાડીઓને આપવામાં આવશે.