સોમવારથી શીના બોરા મર્ડર-કેસની સુનાવણી રોજેરોજ થશે

09 March, 2025 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવા નિમાયેલા સ્પેશ્યલ જજ જે. પી. દરેકરે ફરિયાદી પક્ષને કહ્યું હતું કે હાઈ કોર્ટે આપેલા નિર્દેશ મુજબ આ કેસની સુનાવણી સોમવારથી રોજેરોજ કરવામાં આવે.

શીના બોરા

શીના બોરા મર્ડર-કેસની સોમવારથી રોજેરોજ સુનાવણી થશે. આ પહેલાં એની છેલ્લી સુનાવણી ૨૩ ઑક્ટોબરે થઈ હતી. ત્યાર બાદ સ્પેશ્યલ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) જજ એસ. પી. નાઈક નિમ્બાળકરની ટ્રાન્સફર થઈ હોવાથી અત્યાર સુધી એની સુનાવણી નહોતી થઈ. આ કેસમાં શીના બોરાનાં મમ્મી ઇન્દ્રાણી મુખરજી મુખ્ય આરોપી છે.

નવા નિમાયેલા સ્પેશ્યલ જજ જે. પી. દરેકરે ફરિયાદી પક્ષને કહ્યું હતું કે હાઈ કોર્ટે આપેલા નિર્દેશ મુજબ આ કેસની સુનાવણી સોમવારથી રોજેરોજ કરવામાં આવે.  

એપ્રિલ ૨૦૧૨માં શીના બોરાની કારમાં હત્યા કરાવામાં આવી હતી. એ વખતે તેની સાથે તેનો ભૂતપૂર્વ પતિ સંજીવ ખન્ના પણ હતો. ૨૦૧૫માં આ ઘટના વખતે હાજર તેમનો ડ્રાઇવર શ્યામવર રાય માફીનો સા​ક્ષીદાર બનતાં આખો કેસ બહાર આવ્યો હતો.

murder case Crime News mumbai crime news mumbai police bombay high court crime branch mumbai crime branch central bureau of investigation news mumbai mumbai news