મુંબઇમાં શરદ પવારના ગૉલ બ્લૅડરનું ઑપરેશન, 15 દિવસમાં બીજી સર્જરી

12 April, 2021 05:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શરદ પવારને છેલ્લા કેટલાક દિવસથી પેટમાં દુઃખાવાની ફરિયાદ હતી, જેના પછી માહિતી મળી કે તેમના ગૉલબ્લૅડરમાં તકલીફ છે, માટે ડૉક્ટર્સે સર્જરીની વાત કરી હતી.

શરદ પવાર (ફાઇલ ફોટો)

મુંબઇની એક ખાનગી હૉસ્પિટલમાં સોમવારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારના પિત્તાશયનું ઑપરેશન (Gall Bladder Surgery)થઈ. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે આ વિશે જણાવ્યું. પવાર (80)ને અહીંના બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 15 દિવસમાં આ બીજી વાર છે, જ્યારે શરદ પવારની સર્જરી કરાવવામાં આવી. મલિકે જણાવ્યું, "પાર્ટી અધ્યક્ષ શરદ પવાર સાહેબના પિત્તાશયનું સોમવારે ડૉક્ટર બલસારાએ સફળ લેપ્રૉસ્કૉપી ઑપરેશન કર્યું."

મલિકે જણાવ્યું કે પવારની સ્થિતિ સ્થિર છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધાર થઈ રહ્યો છે. આ પહેલા 30 માર્ચના રાકાંપા અધ્યક્ષની પિત્ત વાહિકાથી એક પથરી કાઢવા માટે હૉસ્પિટલમાં આપાતકાલીન એન્ડૉસ્કોપી સર્જરી કરવામાં આવી હતી. ત્યાર બાદ સાત દિવસ સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.

મલિકે જણાવ્યું કે, "લગભગ 15 દિવસ પછી તેમનું ઑપરેશન થવાનું હતું. તેથી તેઓ રવિવારે હૉસ્પિટલમાં દાખલ થયા અને આજે સવારે જ તેમનું ઑપરેશન થયું." પવારની પાર્ટી મહારાષ્ટ્રમાં શિવસેના અને કૉંગ્રેસ સાથે ગઠબંધન કરીને સત્તામાં છે.

Mumbai mumbai news sharad pawar maharashtra