ભીમા-કોરેગાંવ કેસ : શરદ પવાર ઉદ્ધવ ઠાકરેથી નારાજ

15 February, 2020 07:49 AM IST  |  Mumbai

ભીમા-કોરેગાંવ કેસ : શરદ પવાર ઉદ્ધવ ઠાકરેથી નારાજ

શરદ પવાર

ભીમા-કોરેગાંવ કેસમાં શુક્રવારે બૉમ્બે હાઈ કોર્ટે ગૌતમ નવલખા અને આનંદ તેલતુંબડેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે તેને સુપ્રીમ કોર્ટમાં ખસેડવા માટે ૪ અઠવાડિયાંનો સમય આપ્યો છે.

ભીમા-કોરેગાંવ કેસને લગતા અન્ય ઘટનાક્રમમાં તપાસ પુણે પોલીસના હાથમાંથી લઈને રાષ્ટ્રીય તપાસ એજન્સીને આપવા પર એનસીપી પ્રમુખ શરદ પવારે પણ પ્રતિક્રિયા આપીને ઉદ્ધવ ઠાકરે સામે નારાજગી દર્શાવી હતી.

એનઆઇએને તપાસ સોંપવાના નિર્ણય વિશે શરદ પવારે કહ્યું કે આ રીતે રાજ્યના હાથમાંથી તપાસ ખેંચવી એ ખોટું છે અને મહારાષ્ટ્ર રાજ્ય સરકારના નિર્ણયને ટેકો આપવો પણ ખોટું છે. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસમાં થોડા લોકોનો વ્યવહાર આપત્તિજનક હતો. હું ઇચ્છું છું કે આ અધિકારીઓની ભૂમિકાની તપાસ થવી જોઈએ.

પવારે કહ્યું કે સવારે મહારાષ્ટ્ર સરકારના પ્રધાનોની પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી અને બપોરે ૩ વાગ્યે કેન્દ્રએ તપાસ એનઆઇએને આપવા માટે આદેશ આપ્યો છે. આ બંધારણ મુજબ યોગ્ય ન કહેવાય, કારણ કે ગુનાની તપાસ એ રાજ્યનું અધિકાર ક્ષેત્ર છે.

sharad pawar uddhav thackeray mumbai mumbai news