શક્તિ મિલ્સ ગેંગ રેપ કેસ: બોમ્બે હાઈકોર્ટે ત્રણ દોષીઓની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી

25 November, 2021 08:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ત્રણેય દોષિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલો બાદ આ ચુકાદો આવ્યો છે.

ફાઇલ ફોટો

બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે શક્તિ મિલ્સ સંકુલમાં 2013માં ફોટો જર્નાલિસ્ટ પર ક્રૂર સામૂહિક બળાત્કાર માટે દોષિત ત્રણ ગુનેગારોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાને સખત આજીવન કેદમાં ફેરવી દીધી હતી. જસ્ટિસ એસએસ જાધવ અને જસ્ટિસ પી.કે. ચવ્હાણે ટ્રાયલ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શાલિની ફણસાલકર-જોશીના 2014ના આદેશને પલટાવ્યો હતો, જેમાં ત્રણ આરોપીઓ, કાસિમ શેખ બંગાળી (21), સલીમ અંસારી (28) અને વિજય જાધવ (19)ને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

ત્રણેય દોષિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલો બાદ આ ચુકાદો આવ્યો છે. ન્યાયાધીશોએ ચુકાદો આપ્યો હતો કે બંધારણીય અદાલત લોકોના અભિપ્રાયના આધારે સજા લાદી શકે નહીં અને આ બહુમતીના દૃષ્ટિકોણની વિરુદ્ધ હોઈ શકે છે, કોર્ટે પ્રક્રિયાનું પાલન કર્યું હતું. ત્રણેય દોષિતો આજીવન કેદની સજા ભોગવી રહ્યા હોય ત્યારે સુધારિત ભારતીય દંડ સંહિતાની કલમ 376 (E) હેઠળ પેરોલ માટે હકદાર રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે યુવા ફોટો જર્નાલિસ્ટ બંધ શક્તિ મિલ્સ પરિસરમાં પુરુષ પાર્ટનર સાથે કામ રહી હતી. ત્યાં ચાર યુવકો અને એક સગીર છોકરાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો, જેના કારણે દેશભરમાં આક્રોશ ફેલાયો હતો અને મુંબઈ પોલીસને એક અઠવાડિયામાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

mumbai news mumbai bombay high court