`તે ક્યારેય કંઈ ખોટું કરતો નથી..` પુત્ર પર પિતા શક્તિ કપૂરની પ્રતિક્રિયા

13 June, 2022 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેતા શક્તિ કપૂર (Shakti kapoor)ના પુત્ર સિદ્ધાંત કપૂર(Siddhanth kapoor)ને બેંગલુરુમાં રેવ પાર્ટીમાં દરોડા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

શક્તિ કપૂર અને સિદ્ધાંત

અભિનેતા શક્તિ કપૂર (Shakti kapoor)ના પુત્ર સિદ્ધાંત કપૂર(Siddhanth kapoor)ને બેંગલુરુમાં રેવ પાર્ટીમાં દરોડા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બેંગલુરુ પોલીસે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, શ્રદ્ધા કપૂરના ભાઈનું નામ 6 લોકોમાં સામેલ છે જેમણે કથિત રીતે ડ્રગ્સનું સેવન કર્યું હતું. 37 વર્ષીય અભિનેતાએ `શૂટઆઉટ એટ વડાલા`, `હસીના પારકર`, `જઝબા` અને ક્રાઈમ-થ્રિલર વેબ સિરીઝ `ભાઈકાલ` જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

શું કહ્યું શક્તિ કપૂરે..?
આ સંદર્ભે પીઢ અભિનેતા અને સિદ્ધાંતના પિતા શક્તિ કપૂરે મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે,"પ્રથમ, તે ડ્રગ્સનું સેવન કરતો નથી અને બીજું, હું તેની સાથે સંપર્કમાં રહી શક્યો નથી, તેથી મને બરાબર ખબર નથી કે શું થયું છે. અમે જે પણ જોઈ રહ્યા છીએ તે ટીવી પર જોઈ રહ્યા છીએ. પરંતુ મારી પત્ની અને હું હળવા છીએ કારણ કે અમને વિશ્વાસ છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે તે કંઈ ખોટું નથી કરતો."

તેમણે વધુમાં કહ્યું કે,"સિદ્ધાંત ડીજે (ડિસ્કો જોકી) છે અને તે તેના કામ માટે પાર્ટીઓમાં જતો હોય છે, અને તેથી જ તે બેંગ્લોર ગયો છે. મને ખબર નથી કે આ બધા સમાચાર ક્યાંથી આવે છે. હું મારા પુત્ર સાથે ખૂબ જ જલ્દી વાત કરીશ. હું માત્ર એટલું જ જાણું છું કે તે સાચું ન હોઈ શકે.`

શું છે સમગ્ર મામલો?
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સિદ્ધાંત રવિવારે મુંબઈથી બેંગ્લોર રેવ પાર્ટીમાં ગયો હતો. જો કે કપૂર પરિવારને આ વિશે કોઈ માહિતી નહોતી. માહિતી અનુસાર, જ્યારે બેંગ્લોર પોલીસે રવિવારે એમજી રોડ પર સ્થિત હોટલમાં દરોડા પાડ્યા હતા, ત્યારે સિદ્ધાંત અને અન્ય કેટલાક લોકોનો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ જોવા મળ્યો હતો. પોલીસે હજુ સુધી કથિત રીતે પુષ્ટિ કરી નથી કે સામેલ લોકોએ પહેલેથી જ ડ્રગ્સનું સેવન કર્યું હતું અને પાર્ટીમાં હાજરી આપી હતી કે પછી તેઓએ હોટેલમાં પ્રતિબંધિત પદાર્થોનું સેવન કર્યું હતું.

mumbai news mumbai shakti kapoor siddhanth kapoor