ઍરપોર્ટ પર શાહરુખની બૅગ ખોવાઈ

25 September, 2012 04:53 AM IST  | 

ઍરપોર્ટ પર શાહરુખની બૅગ ખોવાઈ

ગઈ કાલે શાહરુખ બ્રિટિશ ઍરવેઝની ફ્લાઇટમાં છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઊતર્યો હતો. લગેજ કૅરી કરનારા કન્વેયર-બેલ્ટ પર તેની બૅગ ન મળતાં તે મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. બૅગ માટે તેણે ત્યાં જ ઊભા રહી જવું પડ્યું હતું. એને કારણે તેના ફૅન્સને તેનો ફોટો ક્લિક કરવાનો સમય મળી ગયો હતો અને એ વખતે શાહરુખ પણ તેમને ના પાડી શકે એમ નહોતો. કસ્ટમ્સના અધિકારીઓને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે તપાસ કરીને આખરે ૨૦ મિનિટ બાદ તેની બૅગ શોધી કાઢી હતી.