સાત વર્ષનો છોકરો બન્યો ગેમ-ડેવલપર : મલાડના હેમ ધારિયાએ બનાવી 18 ગેમ

06 September, 2020 11:08 AM IST  |  Mumbai | Mumbai correspondent

સાત વર્ષનો છોકરો બન્યો ગેમ-ડેવલપર : મલાડના હેમ ધારિયાએ બનાવી 18 ગેમ

હેમ ધારિયા

આજકાલનાં બાળકો ગેમ રમવાની સાથોસાથ ગેમ કેવી રીતે બનાવવી એમાં પણ રસ લેતાં થઈ ગયાં છે ત્યારે નાની ઉંમરે કોડિંગ દ્વારા ગેમ બનાવીને એના લેવલના ગેમ-ડેવલપર બની જાય છે એમાંનો એક છે મલાડમાં રહેતો ૭ વર્ષનો હેમ ધારિયા. તેણે અત્યાર સુધીમાં ૧૮ ગેમ બનાવી છે અને હેમને સર્ટિફિકેટ અને તેનું વિઝિટિંગ કાર્ડ પણ એક પ્રાઇવેટ લાઇવ ઑનલાઇન કોડિંગના ક્લાસ ચલાવતા વાઇટ હૅટ જુનિયરે આપ્યું છે.

મારી મોટી દીકરી ઑનલાઇન કોડિંગના ક્લાસ કરતી હતી જેને જોઈને હેમને પણ કોડિંગમાં રસ જાગ્યો હતો એમ કહેતાં હેમની મમ્મી રૂપલ ધારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હેમ રામનિવાસ બજાજ ઇંગ્લિશ હાઈ સ્કૂલમાં ગ્રેડ-1માં અભ્યાસ કરે છે. લૉકડાઉન હોવાને કારણે સ્કૂલમાં છુટ્ટી હતી એટલે મે મહિનાથી અમે હેમને એક પ્રાઇવેટ ઑનલાઇન કોડિંગના ક્લાસિસ કરાવીએ છીએ. હેમ માટે અમે ૪૮ સેશન લીધાં છે જેમાંથી હેમનાં ૧૮ સેશન પૂરાં થઈ ગયાં છે. લૉ‌જિક, મૅથ્સ, કમ્પ્યુટર-લૅન્ગ્વેજ વગેરેને લગતા દર વખતે અલગ-અલગ ટોપિક હોય છે જેમાં ગેમના અલ-અલગ પાર્ટ બનાવતાં શિખવાડવામાં આવે છે જેના પરથી ગેમ બનાવવામાં આવે છે. હેમે અત્યાર સુધી કાર-રેસિંગ, કરાટે કિડ વગેરે જેવી ૧૮ ગેમ બનાવી છે.’

mumbai mumbai news malad