20 January, 2022 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પૂરપાટ વેગે ધસી આવતી કારની ટક્કર લાગતાં ૭૬ વર્ષના વૃદ્ધનું મોત થયું હોવાનું પોલીસે બુધવારે જણાવ્યું હતું. આ ઘટના મંગળવારે બપોરે બોરીવલી (ઇસ્ટ)માં મેટ્રો મૉલ નજીક બની હતી. વાહનચાલકની ધરપકડ કરવામાં આવી છે.
ખાનગી કંપનીમાં કામ કરતો આતિફ અન્સારી થાણેના તેના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેની કારની વૃદ્ધ ગોકુલ ગણપત શિમ્પીને ટક્કર લાગી હતી. તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં મૃત જાહેર કરાયા હતા. આઇપીસીની કલમ ૩૦૪-એ સહિતની કલમો હેઠળ આતિફ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.