પાર્ટી બાદ મહિલાને સલામત ઘરે પહોંચાડવાની જવાબદારી રિક્ષા-ટૅક્સી ડ્રાઈવરોની

30 December, 2014 03:39 AM IST  | 

પાર્ટી બાદ મહિલાને સલામત ઘરે પહોંચાડવાની જવાબદારી રિક્ષા-ટૅક્સી ડ્રાઈવરોની




શિવસેનાએ એનાં ટૅક્સી એને રિક્ષા-યુનિયનોને રાતે એમનાં વાહનોમાં બેસનારી મહિલા પ્રવાસીઓની સલામતીની કાળજી રાખવાની સૂચના આપી છે. શિવસેનાની ટ્રાન્સપોર્ટ શાખા ‘શિવ વાહતૂક સેના’ના પ્રેસિડન્ટ હાજી અરાફાતે જણાવ્યું હતું કે ‘મુંબઈમાં અમારી શિવ વાહતૂક સેના સાથે જોડાયેલી ૧૬,૦૦૦ રિક્ષાઓ અને ૧૦,૦૦૦ ટૅક્સીઓ છે. એ બધાં વાહનોના ડ્રાઇવરો ૩૧મીની રાત માટે નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરશે. અમે દરેક ડ્રાઇવરને સૂચના આપી છે કે નવા વર્ષની ઉજવણી પછી દરેક મહિલા સલામત રીતે ઘરે પહોંચે એ તેમની જવાબદારી છે. શિવસેના તરફથી આવા તમામ ડ્રાઇવરોને સમાજવિરોધી તત્વો પર નજર રાખીને કંઈ પણ અજુગતું લાગે તો તરત જ પોલીસને અલર્ટ કરવાની સૂચના આપી છે.’