બાળ ઠાકરેની તબિયત વિશે તર્કવિતર્ક, શિવસેનાના સંસદ-વિધાનસભ્યોની અર્જન્ટ મીટિંગ

03 November, 2012 07:38 AM IST  | 

બાળ ઠાકરેની તબિયત વિશે તર્કવિતર્ક, શિવસેનાના સંસદ-વિધાનસભ્યોની અર્જન્ટ મીટિંગ

એને કારણે સંસદસભ્યો અને વિધાનસભ્યો જ નહીં પણ શિવસેનાના નગરસેવકો અને સમર્થકોમાં પણ આ વાત વીજળીવેગે ફેલાઈ ગઈ હતી. શિવસેનાના ચીફ બાળ ઠાકરેની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યા હતા. જોકે આ બાબતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘બાળાસાહેબ બીમાર છે એ ખરું, પણ તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. ડૉક્ટરો તેમનું રેગ્યુલર ચેક-અપ કરી રહ્યા છે અને ચિંતા કરવાનું કોઈ કારણ નથી. જે મીટિંગ બોલાવવામાં આવી હતી એ સંસદના અને વિધાનસભાના શિયાળુ સત્ર શરૂ થાય એ પહેલાંની અને પૂર્વનિયોજિત હતી.’

બાળ ઠાકરેની તબિયત સારી નથી એથી ગુરુવારે રાજ ઠાકરે તેમની પત્ની સાથે તેમની ખબર કાઢવા ગયા હતા. છગન ભુજબળે પણ તેમની મુલાકાત લઈને તેમના ખબરઅંતર પૂછ્યાં હતા. તેમને ગયા મહિને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ વખતની શિવસેનાની દશેરા-રૅલીમાં પણ તેઓ હાજર નહોતા રહ્યા. તેમણે વિડિયો-રેકૉgર્ડગથી શિવસૈનિકોને સંબોધન કર્યું હતું.