છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર સેલ્ફ ટિકિટ કાઉન્ટરનો આરંભ

30 August, 2019 01:09 PM IST  |  મુંબઈ

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર સેલ્ફ ટિકિટ કાઉન્ટરનો આરંભ

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર સેલ્ફ ટિકિટ કાઉન્ટરનો આરંભ

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) સ્ટેશન પર સેલ્ફ ટિકિટ કાઉન્ટર શરૂ કરવામાં આવતાં હવે પ્રવાસીઓ એટીવીએમ અને જેટીબીએસ જેવા કાર્ડ્સ તથા મોબાઇલ સ્કૅન દ્વારા ટિકિટ્સ મેળવી શકશે. સેલ્ફ ટિકિટ કાઉન્ટરમાં ૪ ઑટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન્સ (એટીવીએમ) ગોઠવવામાં આવ્યાં છે. હાલમાં મધ્ય રેલવેની સબર્બન સર્વિસનાં સ્ટેશનો પરનાં ૬૦૨ એટીવીએમ મશીન્સમાંથી ૧૨૫ મશીન્સ બંધ છે. આગામી ત્રણેક મહિનામાં મધ્ય રેલવેનાં કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, મુલુંડ, થાણા, ડોમ્બિવલી અને કલ્યા‌ણ સહિત ૨૭ સ્ટેશનો પર ૬૮ સેલ્ફ ટિકિટ કાઉન્ટર્સ શરૂ કરવામાં આવશે. સેલ્ફ ટિકિટ કાઉન્ટર્સની આસપાસ ઍડ્વર્ટાઇઝિંગ માટે ટીવી પણ‌ ગોઠવવામાં આવશે. હાલમાં સીએસએમટીનાં સેલ્ફ ટિકિટ કાઉન્ટર્સની આસપાસ ગોઠવાયેલા  ચાર ટીવી દ્વારા ઍડ્વર્ટાઇઝિંગના માધ્યમથી મધ્ય રેલવેને વાર્ષિક ૨૪ લાખ રૂપિયાની આવક થવાની અપેક્ષા છે.

chhatrapati shivaji terminus mumbai