બેફામ છે સ્કૂલ-બસના ડ્રાઇવરો

15 January, 2022 10:27 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

એક સર્વે મુજબ સ્કૂલની બસમાં ટ્રાવેલ કરતાં ૩૪ ટકા બાળકોએ કહ્યું કે તેઓ રોડ ઍક્સિડન્ટના સાક્ષી બન્યાં છે

ફાઈલ તસવીર

સ્કૂલ પરિવહન પરના તાજેતરના અભ્યાસ અનુસાર મુખ્યત્વે સ્કૂલનાં બાળકોને લઈ જતી સ્કૂલ-બસ દ્વારા કરવામાં આવતું બેફામ ડ્રાઇવિંગ મહત્ત્વની સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે. સર્વે હેઠળનાં શહેરનાં બાળકોમાંથી ૩૪ ટકાએ જણાવ્યું હતું કે તેઓ માર્ગ-અકસ્માતનાં સાક્ષી બન્યાં હતાં તો આઠ ટકાએ એનો અનુભવ થયાનું જણાવ્યું હતું. ભારતભરમાંથી ૨૦૧૯માં ૧૮ વર્ષ કરતાં નીચેની વયનાં ૧૧,૧૬૮ બાળકોનાં માર્ગ-અકસ્માતને કારણે મોત નીપજ્યાં હતાં.
માર્ગ સલામતી સુધારવા માટે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા સેવ લાઇફ ફાઉન્ડેશને મર્સિડીઝ-બેન્ઝ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઇન્ડિયા (એમબીઆરડીઆઇ)ના સહયોગથી માર્ગ-અકસ્માતમાં ઊંચો મૃત્યુઆંક ધરાવતાં ૧૪ શહેરોમાં અભ્યાસ હાથ ધર્યો હતો. ઉત્તરદાતાઓમાં એકથી બાર ધોરણના વિદ્યાર્થીઓનાં માતા-પિતા અને ધોરણ ૬થી ૧૨નાં બાળકોનો સમાવેશ થાય છે.
મુંબઈમાં ૨૫ ટકા ઉત્તરદાતાએ જણાવ્યું હતું કે સ્કૂલ ઝોન પર કોઈ સાઇક્લિંગ પથ નથી અને ૨૮ ટકાએ ફુટપાથ ન હોવા અંગે જણાવ્યું હતું. વધુમાં સર્વે હેઠળનાં ૯૩ ટકા બાળકો ચાલીને સ્કૂલમાં જતાં હતાં.
શહેરનાં ૧૧ ટકા માતા-પિતાએ તેમના બાળકને માર્ગ-અકસ્માતનો અનુભવ થયો હોવાનું જણાવ્યું હતું, જે છ ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે. ૩૪ ટકા બાળકોએ તેઓ માર્ગ-અકસ્માતનાં સાક્ષી બન્યાનું જણાવ્યું હતું, જ્યારે આઠ ટકાએ અકસ્માતનો ભોગ બન્યાં હોવાનું જણાવ્યું હતું.
જોકે ઝડપી ડ્રાઇવિંગ એ સૌથી વધુ ચિંતાનો વિષય હતો. અહેવાલમાં જણાવ્યું હતું કે ‘એકંદરે ૪૦ ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે તેમના બાળકે અથવા તેમણે ઝડપી ડ્રાઇવિંગ વિશે ફરિયાદ કરી હતી. ૩૨ ટકા માતા-પિતા અને બાવન ટકા બાળકોએ મોટા ભાગે ખાનગી વાહનચાલકો ઝડપી ડ્રાઇવિંગ કરતા હોવાનો મત વ્યક્ત કર્યો હતો.’
સેવ લાઇફ ફાઉન્ડેશનના સીઈઓ અને સ્થાપક પીયૂષ તિવારીએ જણાવ્યું હતું કે ‘અમારાં તારણો સૂચવે છે કે સ્કૂલ સુધીના સલામત પરિવહનનો અધિકાર પણ શિક્ષણના અધિકાર જેટલો જ મહત્ત્વનો છે. સમાવેશક રાષ્ટ્રીય અને રાજ્ય સ્કૂલ પરિવહન સલામતી નીતિ એ સુનિશ્ચિત કરી શકે છે.’

સર્વે હેઠળના ૫૬૦ પૈકીના ૪૫ ટકા પેરન્ટ્સ સ્કૂલ-બસ પર પસંદગી ઉતારે છે 
૪૫ ટકા
ખાનગી વાહનો : ૨૫ ટકા
પોતાના વાહનમાં બાળકોને સ્કૂલમાં મોકલવાં : ૧૯ ટકા
પગપાળા : ૮ ટકા
અન્ય વાહનો : ૩ ટકા

mumbai mumbai news rajendra aklekar