સ્કૂલો હવે મનમાની રીતે ફી નહીં વસૂલી શકે

03 December, 2014 05:54 AM IST  | 

સ્કૂલો હવે મનમાની રીતે ફી નહીં વસૂલી શકે


મહારાષ્ટ્ર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ (રેગ્યુલેશન ઑફ કલેક્શન ઑફ ફી) ધારો ૨૦૧૧ અમલમાં આવતાં તમામ સ્કૂલોએ એમનો ફીવધારો શૈક્ષણિક વર્ષ શરૂ થવાના ૬ મહિના પૂર્વે જાહેર કરવાનો રહેશે અને પેરન્ટ્સ ટીચર્સ અસોસિએશન પાસે એ મંજૂર કરાવવાનો રહેશે.

સેન્ટ્રલ ઍડ્વાઇઝરી બોર્ડ ઑફ એજ્યુકેશને કેન્દ્ર સરકારને વિદ્યાર્થીઓ નાપાસ થતાં તેમને આગલા ક્લાસમાં જતા ન રોકવાની નીતિની પુનર્સમીક્ષા કરવા જણાવ્યું છે. બોર્ડના આ પગલાને સ્કૂલના પ્રિન્સિપાલોએ આવકાર્યું છે,  કારણ કે આ નીતિને લીધે વિદ્યાર્થીએ પોતાના અભ્યાસ પર પૂરતું ધ્યાન આપતા નથી. આનો અર્થ એવો થયો કે જ્યારે તેઓ નવમા ધોરણમાં આવે છે ત્યારે  તેમને વધારાનો બોજ સહન કરવો પડે છે જે તેમને ભારે પડે છે. જોકે આ ભલામણનો શિક્ષણક્ષેત્રના કર્મશીલોએ વિરોધ કયોર્ છે, કારણ કે સ્કૂલોમાં ફી કે અન્ય પ્રશ્નો ઊભા થતાં વિદ્યાર્થીઓ એનો ભોગ બને છે. ગયા મહિને કેટલીક સ્કૂલોના પ્રિન્સિપાલોએ રાજ્યના શિક્ષણપ્રધાન વિનોદ તાવડેને પત્ર લખીને આ નીતિની રાજ્યસ્તરે પુનર્સમીક્ષા કરવા વિનંતી કરી હતી.