21 November, 2025 09:08 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
તામિલનાડુના ગવર્નર અને રાજ્ય સરકાર વચ્ચે ઊઠેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિએ તેમની પાસે આવેલા કોઈ પણ બિલની મંજૂરી ક્યાં સુધીમાં આપી દેવી એની ડેડલાઇન નક્કી કરી દેવામાં આવે. ગઈ કાલે આ અરજીની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘વિધાનસભાઓએ પાસ કરેલા ખરડાને સંપૂર્ણપણે રોકવાની સત્તા ગવર્નર પાસે નથી. રાજ્યપાલો પાસે ત્રણ ઑપ્શન છે : કાં તો મંજૂરી આપે, કાં ખરડાને ફરીથી વિચાર કરવા માટે પાછો મોકલે, કાં એને પ્રેસિડન્ટ પાસે ફૉર્વર્ડ કરે. બિલોની મંજૂરી માટે કોઈ ચોક્કસ સીમા તય ન કરી શકાય, પણ જો ગવર્નરો અનિશ્ચિત સમય લે તો કોર્ટ દખલ જરૂર કરી શકે છે.