મધુર ભંડારકર વિરુદ્ધનો રેપનો આરોપ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો

06 November, 2012 05:39 AM IST  | 

મધુર ભંડારકર વિરુદ્ધનો રેપનો આરોપ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો

પ્રીતિ જૈને આરોપ મૂક્યો હતો કે ફિલ્મમાં લીડ રોલ આપવાનું કહીને મધુર ભંડારકરે ૧૯૯૯થી ૨૦૦૪ સુધી તેના પર અનેક વાર બળાત્કાર કર્યો હતો. એવું ચર્ચાઈ રહ્યું છે કે પ્રીતિ જૈને હવે આ કેસ પાછો ખેંચી લીધો છે. ગયા વર્ષે‍ નવેમ્બર મહિનામાં મુંબઈ હાઈ ર્કોર્ટે‍ ૩૦,૦૦૦ રૂપિયાના પર્સનલ બૉન્ડ પર મધુર ભંડારકરના જામીન મંજૂર કર્યા હતા. મધુર ભંડારકર સામે ચાલી રહેલી તપાસ પર સર્વોચ્ચ ન્યાયાલયે એપ્રિલ મહિનામાં સ્ટે આપ્યો હતો અને ત્યાર બાદ તેની વિરુદ્ધના બળાત્કારના આરોપને ગઈ કાલે ફગાવી દીધો હતો.