કમિશનર જશે લોકોની ફરિયાદ સાંભળવા બાંદરા પોલીસ-સ્ટેશન

31 August, 2012 05:47 AM IST  | 

કમિશનર જશે લોકોની ફરિયાદ સાંભળવા બાંદરા પોલીસ-સ્ટેશન

કમિશનર ડૉ. સત્યપાલ સિંહ પોતે બાંદરા પોલીસ-સ્ટેશનમાં હાજર રહેશે. જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (લૉ ઍન્ડ ઑર્ડર) સાંતાક્રુઝમાં, જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) કોલાબા પોલીસ-સ્ટેશનમાં, જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ ઍડમિનિસ્ટ્રેશન) એમઆરએ માર્ગ પોલીસ-સ્ટેશનમાં અને જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) દાદર પોલીસ-સ્ટેશનમાં હાજર રહેશે.

 

એ સિવાય દરેક ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સહિત અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ પણ પોતપોતાના વિસ્તારમાં આવેલા પોલીસ-સ્ટેશનમાં હાજર રહેશે.