Satara Crime: પ્રેમમાં પાગલ તરુણે સ્કૂલેથી ઘરે આવી રહેલી પ્રેમિકાને પકડી, ગળે ચપ્પુ અડાડી ધમકાવી

23 July, 2025 09:48 AM IST  |  Satara | Gujarati Mid-day Online Correspondent

Satara Crime: સ્કૂલગર્લ રવિવારે સાંજે જ્યારે સ્કૂલમાંથી છૂટીને ઘરે પરત ફરી હતી ત્યારે સ્કૂલના ક્મ્પાઉન્ડમાં તેની રાહ જોઇને બેસી રહેલા આરોપીએ પીડિતાનો હાથ ઝાલ્યો.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના સાતારા (Satara Crime)માંથી એક ભયાવહ ઘટના સામે આવી છે. અહીં એકતરફી પ્રેમને કારણે પંદર વર્ષની એક સ્કૂલગર્લના ગળામાં એક તરુણે ચપ્પુ અડાડ્યું હતું અને તેને મારી નાખવાની કોશિશ કરી હતી. જ્યારે અન્ય વ્યક્તિ તરુણના હાથમાંથી આ ચપ્પુને છોડાવવા ગયા ત્યારે તે જખમી થયો હતો. જોકે, આ સ્કૂલગર્લને પોલીસે બચાવી લીધી છે. 

શખ્સે સ્કૂલમાંથી ઘરે આવતી પ્રેમિકાના ગળાપાસે ચપ્પુ અડાડ્યું

રિપોર્ટ અનુસાર આ સ્કૂલગર્લ રવિવારે સાંજે જ્યારે સ્કૂલમાંથી છૂટીને ઘરે પરત ફરી હતી ત્યારે સ્કૂલના ક્મ્પાઉન્ડમાં તેની રાહ જોઇને બેસી રહેલા આરોપીએ પીડિતાનો હાથ ઝાલ્યો હતો. ત્યારબાદ તેણે ચપ્પુ વડે છોકરીનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પીડિતાએ બૂમાબૂમ કરી મૂકી હતી. તેણે ત્યાંથી ભાગવાનો સુદ્ધા પ્રયાસ કર્યો હતો. તરત જ પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી. પોલીસે તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો. એક પોલીસકર્મીએ પીડિતાને પાછળથી આવીને નીચે પાડી નાખ્યો હતો. ત્યારબાદ ટોળાએ તેને બરાબરનો મેથીપાક આપ્યો. અને પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

જોકે, પોલીસે આ આરોપી તરુણ (Satara Crime)ને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પણ તે એકનો બે ન થયો. ઉપરથી તેણે બધાની સામે કહ્યું કે. "તમે બધા અહીંથી જતા રહો....." પ્રાપ્ત અહેવાલો સૂચવી રહ્યાં છે કે આ બંને જુવાનિયાં થોડા મહિનાઓ પહેલાં એક જ પરિસરમાં રહેતા હતા. જોકે, છોકરીનો પરિવાર ડિસેમ્બરમાં ત્યાંથી બીજે શિફ્ટ થઇ ગયો હતો. તેથી આ તરુણ છોકરીને સતત મળવા માટે પરેશાન કર્યા કરતો હતો.  વળી તે એવું પણ કહેતો કે ચલ આપણે નાસી જઈએ. જોકે, આ અંગે વાલીઓને જાણ કરવામાં આવી હતી. પરંતુ તે લોકોએ આ વાત પર દુર્લક્ષ્ય સેવ્યું હતું. આખરે આ સોમવારે તરુણે જ્યારે છોકરી પર ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ કર્યો ત્યારે સૌ હક્કાબક્કા રહી ગયા.

Satara Crime: ઇન્સ્પેક્ટર સચિન મેત્રેને આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી અને આરોપી અને છોકરી બંનેને તબીબી તપાસ માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. સોમવારે બપોરે બનેલી આ ઘટનામાં જે આરોપીએ ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો તે માત્ર 18 વર્ષનો છે. તેણે ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના ગળા પાસે ચપ્પુ અડાડ્યું હતું. જોકે, સતર્ક નાગરિકો અને પોલીસ કર્મચારીઓના સમયસરના આવી જવાથી આરોપીને ઝડપી લેવાયો છે.

તમને જણાવી દઈએ કે હાલ શાહુપુરી પોલીસ સ્ટેશન (Satara Crime) દ્વારા છેડતી, અપહરણ, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (POCSO) એક્ટની સંબંધિત કલમો અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 117 (2) હેઠળ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

mumbai news mumbai maharashtra news maharashtra satara Crime News