સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસની થશે ઉજવણી

24 October, 2012 08:00 AM IST  | 

સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસની થશે ઉજવણી



દેશના પ્રથમ ગૃહપ્રધાન લોખંડી પુરુષનું બિરુદ મેળવનારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ૩૧ ઑક્ટોબરે આવી રહી છે. તેમની ૧૩૭મી જન્મજયંતીને અત્યંત ધામધૂમથી ઊજવવાનું મુલુંડ બીજેપી ગુજરાતી, વ્યાપારી, યુવા સેલ તેમ જ સમભાવના વિકાસ સંસ્થા દ્વારા શ્રી રથ કેટરર્સના સહયોગથી ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મુલુંડ-વેસ્ટમાં એમ. જી. રોડ પર શિવસેનાની ઑફિસની ઉપર આવેલા પદ્માવતી બૅન્ક્વેટ હૉલમાં ૩૧ ઑક્ટોબરે સાંજે ૭ વાગ્યે આયોજિત કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિરલ વ્યક્તિત્વ વિશે ચાણક્યનીતિના વિશારદ ડૉ. રાધાક્રિષ્ણ પિલ્લે સંબોધન કરશે. બીજેપીના રાષ્ટ્રીય સેક્રેટરી કિરીટ સોમૈયા અને વિધાનસભ્ય સરદાર તારા સિંહની વિશેષ હાજરી રહેશે.

બીજેપી ગુજરાતી સેલના અધ્યક્ષ લાલજી કતીરા, બીજેપી વ્યાપારી સેલના સેક્રેટરી જિગર ચંદે અને પ્રકાશ જામદગલે, યુવા સેલના અધ્યક્ષ પ્રશાંત સિનારી, સમભાવના વિકાસ સંસ્થાના અધ્યક્ષ અશ્વિન પટેલ, શ્રી રથ કેટરર્સના મિતેશ પલણ તેમ જ સહયોગી સંસ્થાઓ સંકલ્પ સંઘર્ષ ફાઉન્ડેશન, શ્રી કચ્છી લોહાણા જાગૃત સમાજ-મુલુંડ, ગુજરાતી વિચારમંચ, મુલુંડ ગુજરાતી સમાજ, શ્રી મુલુંડ બ્રાહ્મણ સમાજ, શ્રી કચ્છી ભાનુશાલી મુલુંડ મહાજન ટ્રસ્ટ, શ્રી લોહાણા સ્નેહમિલન, માનવજ્યોત, એકતા ગ્રુપ, શ્રી લોહાણા યુથ ફૉરમ, ઑલ મહારાષ્ટ્ર હ્યુમન રાઇટ્સ વેલ્ફેર અસોસિયેશન, શૉપકીપર્સ વેલ્ફેર અસોસિયેશન, કચ્છ યુવક સંઘ, ગુજ નેટવર્ક, પાંચ ગામ લેઉવા પાટીદાર મંડળ, રમણીય નારી ગ્રુપ, માતૃભાષા ગુજરાતી પ્રસાર મંચ, શ્રી મુલુંડ નાગરિક સભા, મુલુંડ પેરન્ટ્સ અસોસિયેશન, સેવા સમર્પણ ટ્રસ્ટ, સવાર઼્ગીણ ઉત્કર્ષ મંડળ, શુભમ ગ્રુપ સાથે મળીને સરદાર વલ્લભભાઈ પટેલની વિચારસરણીને લોકો સુધી પહોંચાડીને તેમનો જન્મદિન ઊજવશે.