સંતોષ શેટ્ટીએ ખોલી છોટા રાજનની પોલ

11 November, 2011 09:05 PM IST  | 

સંતોષ શેટ્ટીએ ખોલી છોટા રાજનની પોલ



(વિનય દળવી)

મુંબઈ, તા. ૧૧

અન્ડરવર્લ્ડ ડૉન છોટા રાજનનો એક સમયનો સાથીદાર સંતોષ શેટ્ટી પોતાના એક સમયના સલાહકાર અને પ્રતિસ્પર્ધીને ફસાવવા કંઈ પણ કરવા તૈયાર છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને આપેલા સ્ટેટમેન્ટમાં સંતોષ શેટ્ટીએ છોટા રાજનની તમામ અંગત તથા ખોટા ધંધાઓની માહિતીઓ આપી હતી, જેમાં રાજન કઈ રીતે બૅન્ગકૉકમાંથી ફરાર થયો તેમ જ તહેરાનના વસવાટ દરમ્યાન કરેલાં પ્રેમલગ્ન તથા એનાથી થયેલા પુત્રની માહિતી આપી હતી. આ ઉપરાંત રાજનના નકલી અમેરિકન ડૉલરનું છાપકામ તથા મેન્ડ્રેક્સના ઉત્પાદનની વિગતો પણ સામેલ છે.

બૅન્ગકૉકમાંથી ભાગ્યો રાજન


સંતોષ શેટ્ટીએ મુંબઈપોલીસને રાજન કઈ રીતે બૅન્ગકૉકમાંથી ભાગ્યો એ બનાવનું વર્ણન કર્યું છે એ બૉલીવુડની ફિલ્મથી કમ નથી. બૅન્ગકૉકની એક હૉસ્પિટલના ત્રીજા માળે તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. થાઈ પોલીસના કડક જાપ્તામાંથી રાજનને છોડાવવા ભરત નેપાલી તથા સંતોષ શેટ્ટીએ પોતાનાં સાધનો સાથે બે દિવસ સુધી પ્રૅક્ટિસ પણ કરી હતી. હૉસ્પિટલના ગાર્ડને બે દિવસ સુધી દારૂ પીવડાવી, તેનો વિશ્વાસ જીતીને પછી કૅફી દ્રવ્ય પીવડાવી બેભાન કર્યો હતો. એક થાઈ બિઝનેસમૅનની મદદથી ઈજાગ્રસ્ત છોટા રાજનને એક મિલિટરી વ્હિકલમાં લઈ બૅન્ગકૉકમાંથી ભાગવામાં મદદ કરી હતી.

તહેરાનમાં નવી ગર્લફ્રેન્ડ


બૅન્ગકૉકમાંથી ભાગ્યા બાદ છોટા રાજન થોડો સમય તહેરાનમાં પણ રોકાયો હતો. એ વખતે તે તેની સારવાર કરનાર કૅરટેકરના પ્રેમમાં પડ્યો હતો, જેનાથી તેને એક પુત્ર પણ છે.


બોગસ નોટો-ડ્રગ્સનો કાળો કારોબારઇન્ડોનેશિયામાં છોટા રાજનના રૂપિયાથી શેટ્ટીએ મેન્ડ્રેક્સ બનાવવાની એક ફૅક્ટરી પણ નાખી હતા, જે સાઉથ આફ્રિકામાં ડ્રગ્સ સપ્લાય કરતી હતી. છોટા રાજનના કહેવાથી સંતોષ શેટ્ટીએ બોગસ અમેરિકન ડૉલર છાપવાનું કામ પણ શરૂ કર્યું હતું. ચીન તથા ઇન્ડોનેશિયામાં નકલી નોટો બનાવી એને સિંગાપોરમાં ઘુસાડવામાં આવતી હતી. જોકે એક વખત ૧૨૦ કરોડ અમેરિકન ડૉલરની નકલી નોટો પકડાતાં સંતોષ શેટ્ટીને બહુ નુકસાન થયું હતું.