સાંતાક્રુઝથી અંધેરી વિસ્તારના ગણેશ દર્શન, જુઓ તસવીરોમાં

26 September, 2012 10:09 AM IST  | 

સાંતાક્રુઝથી અંધેરી વિસ્તારના ગણેશ દર્શન, જુઓ તસવીરોમાં



અંધેરી (વેસ્ટ), શિવસેના શાખા નંબર ૫૮, આંબોલી, અખિલ આંબોલી સાર્વજનિક ઉત્સવ મંડળ. વર્ષ ૪૩મું, ૧૧ દિવસ, ઊંચાઈ ૯ ફૂટ. વિશેષતા : આ મંડળે ગણેશજીના પંડાલમાં જલમહેલ બનાવ્યો છે અને ગોળ પિલર જેવી છ મોટી ટૅન્ક મૂકી એમાં વિવિધ પ્રકારની માછલીઓ રાખવામાં આવી છે. રંગીન ટિશ્યુ ક્લોથ અને લાઇટિંગની ઇફેક્ટથી મૂર્તિ ભવ્ય લાગે છે. મંડળ ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે. તસવીર : ઉદય દેવરુખકર



સાંતાક્રુઝ (ઈસ્ટ), સ્ટેશન રોડ નંબર ૬, સિલ્વર રેસિડન્સી બિલ્ડિંગ, ફ્લૅટ-નંબર ૭૦૩. વર્ષ ૨૧મું, ૫ દિવસ, ઊંચાઈ ૨૨ ઇંચ. વિશેષતા : દીપક મકવાણા તેમના ઘરે ઇકો-ફ્રેન્ડ્લી ગણેશજી લાવે છે. આ વખતના ઇકો-ફ્રેન્ડ્લી ગણેશજી મોરપંખ પર બિરાજમાન હતા અને ઇકો-ફ્રેન્ડ્લી મંદિરમાં એમની સ્થાપના કરવામાં આવી હતી. બાપ્પાનું મંદિર ૧૧થી ૧૨ કિલો ન્યુઝપેપરમાંથી બનાવ્યું હતું. પાંચ દિવસની અંદર આખું મંદિર તેમણે અને તેમના પરિવારજનોએ સાથે મળીને બનાવ્યું હતું. તસવીર : મેઘના શાહ