સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ પર રેલવે મુસાફરો માટે સીડીની વ્યવસ્થા કરાશ

30 October, 2020 10:43 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ પર રેલવે મુસાફરો માટે સીડીની વ્યવસ્થા કરાશ

તસવીર: સૈય્યદ સમીર આબેદી

મનપા અને સેન્ટ્રલ રેલવે દ્વારા નક્કી કરવામાં આવેલા સંયુક્ત પ્લાન અનુસાર આખરે સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ (એસસીએલઆર) પર બહારગામના પૅસેન્જરો માટે એલટીટી સ્ટેશન અને ટિળક નગર ખાતે સ્ટેરકેસ લૅન્ડિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

પશ્ચિમી અને પૂર્વીય સબર્બ્સને સાંકળતો એસસીએલઆર તમામ લોકો માટે આશીર્વાદ સમાન છે. એ કુર્લા અને ટિળક નગર સ્ટેશન પર લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) સહિતનાં ઘણાં મહત્ત્વનાં ઇન્સ્ટૉલેશન્સ પરથી પસાર થાય છે. આ બ્રિજ પરથી એલટીટી સ્ટેશન પર સીડીની વ્યવસ્થા ઊભી કરવાની ભારે માગ છે, એમ સ્થાનિક ધારાસભ્ય મંગેશ કુડલકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

હું બીએમસી અને રેલવેઝ સાથે આ મુદ્દે ફૉલોઅપ કરી રહ્યો હતો. સંયુક્ત પ્લાન અને સંબંધિત પેપરવર્ક તૈયાર થઈ ગયાં છે. આ પ્રોજેક્ટથી રેલ ટર્મિનસનો ઉપયોગ કરનારા લાખો મુસાફરોની સાથે-સાથે ટિળક નગર સ્ટેશન પહોંચવા ઇચ્છનારા સ્થાનિકોને ઘણો ફાયદો થશે. ઉપરાંત એના કારણે ટર્મિનસનો ઉપયોગ કરનારા અને ઝડપથી નેહરુ નગર અને કુર્લા સ્ટેશન પહોંચવા ઇચ્છતા લોકોને પણ સ્ટેરકેસ કનેક્ટર મદદરૂપ થશે, એમ તેમણે જણાવ્યું હતું.

સ્ટેરકેસ લૅન્ડિંગ વિના મુસાફરોએ એસસીએલઆર બ્રિજ ઊતરીને સ્ટેશન સુધીના ફુટઓવર બ્રિજનો ઉપયોગ કરવો પડે છે.

નૅશનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય સુભાષ ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘દરેક સિક્કાની બે બાજુ હોય છે. આ વિસ્તાર અસામાજિક તત્ત્વોના ત્રાસ માટે કુખ્યાત

છે અને નવી વ્યવસ્થાથી તેમને ગુનો

આચર્યા બાદ ઝડપથી નાસી છૂટવામાં મદદ મળી શકે છે. આ બાબતથી અવગત રહેવું જોઈએ.’

mumbai mumbai news santacruz chembur rajendra aklekar