PMC Scam: શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા પહોંચી ઇડી ઑફિસ

04 January, 2021 05:33 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

PMC Scam: શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા પહોંચી ઇડી ઑફિસ

તસવીર સૌજન્ય જાગરણ

મહારાષ્ટ્રમાં શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉત સોમવારે મુંબઇમાં પ્રવર્તન નિદેશાલય (ED)કાર્યાલય પહોંચી. ઇડીએ તેમને પીએમસી બેન્ક ઘોટાળા મામલે રજૂ થવા માટે બોલાવ્યાં હતા. તાજેતરમાં જ આ મામલે સંજય રાઉતે ભાજપ પર નિશાનો સાધ્યો હતો. આ પહેલા પત્ની વર્ષા રાઉત ડિસેમ્બર, 2020માં ઇડી સામે રજૂ થઈ નહોતી. ગયા વર્ષે સામે આવેલા પંજાબ એન્ડ સિંધ બેન્ક (PMC Bank)ઘોટાળામાં ઇડી વર્ષાની પૂછપરછ કરવા માગે છે. વર્ષા પર પીએમસી બેન્ક ઘોટાળાના એક આરોપી પ્રવીણ રાઉતની માધુરી પાસેથી 54 લાખ રૂપિયા લેવાનો આરોપ છે. જ્યારે રાઉત પરિવારનું કહેવું છે કે આ રકમ ઉધાર તરીકે લેવામાં આવી હતી. ઇડી સૂત્રો પ્રમાણે વર્ષાને આ ત્રીજી નોટિસ છે. આ પહેલા પણ બે વાર સ્વાસ્થ્યના કારણોનો હવાલો આપીને પૂછપરછ માટે હાજર થઈ નહોતી.

સંજય રાઉતે કહ્યું હતું કે એક ઘરગથ્થૂ મહિલાને નિશાનો બનાવવું કાયરતાનું કામ છે. અમે કોઇનાથી ડરતા નથી. અમે આનો યોગ્ય જવાબ આપશું. મંગળવારે રાઉતે પત્રકારોને કહ્યું કે ઇડીને કેટલાક કાગળ જોઇતા હતા, જે અમે તેમને આપી ચૂક્યા છીએ. સંજય રાઉત પ્રમામે, છેલ્લા એક વર્ષમાં શરદ પવાર, એકનાથ ખડસે અને પ્રતાપ સરનાઇક જેવા લોકોને ઇડીની નોટિસ મોકલી દેવામાં આવી છે. હવે તમે મારા નામની પણ ચર્ચા કરી રહ્યા છો. આ બધા લોકોએ મહારાષ્ટ્રની વર્તમાન સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઇડીની નોટિસ કાગળનો એક ટુકડો માત્ર છે. આથી વધારે કંઇ નહીં. તો ભાજપ નેતા કિરીટ સોમૈયાએ શિવસેના નેતાને ઘેરતા ફરી પૂછ્યું કે વર્ષા ઇડી સામે રજૂ થવાથી કેમ ગભરાય છે. ઇડી પીએમસી બેન્ક, એચડીઆઇએલ, પ્રવીણ રાઉતના પરિવાર તેમજ સંજય રાઉતના પરિવાર વચ્ચે થયેલી પૈસાની લેવડદેવડની તપાસ કરી રહી છે. સંજય રાઉત અને પ્રવીણ રાઉતના પરિવાર વચ્ચે શું ખાસ સંબંધ છે, એ સ્પષ્ટ થવું જોઇએ.

mumbai mumbai news sanjay raut