સંજય રાઉતનું અજબ-ગજબ નિવેદન; કહ્યું EDની નોટિસ રાજકીય કાર્યકરો માટે પ્રેમપત્ર સમાન

30 August, 2021 07:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિવસેના સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ રાજકીય કાર્યકરો માટે ડેથ વોરંટ નહીં પણ પ્રેમપત્ર છે.

સંજય રાઉત. ફાઇલ ફોટો

શિવસેના સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ રાજકીય કાર્યકરો માટે ડેથ વોરંટ નહીં પણ પ્રેમપત્ર છે. રાઉતનું આ નિવેદન શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી અનિલ પરબને મની લોન્ડરિંગ વિરોધી એજન્સી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું તેના એક દિવસ પછી આવ્યું છે. રાઉતે કહ્યું કે પરબને ભાજપના નેતાઓએ નિશાન બનાવ્યા હતા. “તે નોટિસનો જવાબ આપશે અને ઇડીને સહકાર આપશે.” તેમ રાઉતે ઉમેર્યું હતું.

તેમણે પત્રકારોને કહ્યું કે “મહા વિકાસ આઘાડી (MVA)ની દિવાલ તોડવાના નિષ્ફળ પ્રયાસો જે મજબૂત અને અભેદ્ય છે, બાદ આવા પ્રેમપત્રોનું આવર્તન વધ્યું છે.” ઇડીએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને અન્ય સામે નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં મંગળવારે પરબને પૂછપરછ માટે બોલાવ્યા હતા, તેમ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું. રાઉતે કહ્યું કે, કાં તો બીજેપીનો માણસ ઇડીમાં ડેસ્ક ઓફિસર છે અથવા ઇડી ઓફિસર ભાજપની ઓફિસમાં કામ કરે છે.

ભાજપની ભૂતપૂર્વ સહયોગી શિવસેના મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસ સાથે સત્તામાં છે. તેમણે મહારાષ્ટ્રમાં કોવિડ-19 પ્રતિબંધોને કારણે બંધ રહેલા મંદિરોને ફરીથી ખોલવા માટે વિરોધ પ્રદર્શન યોજવા માટે ભાજપ પર પ્રહાર કર્યા હતા. “મહારાષ્ટ્ર સરકાર કેન્દ્રના નિર્દેશોનું પાલન કરી રહી છે જેણે રાજ્યોને આગામી તહેવારો અને કોરોના વાયરસ સંક્રમણના ફેલાવાના ડર પહેલા સાવધાની રાખવાનું કહ્યું છે. અમારું માનવું છે કે કેન્દ્ર સરકાર પણ ‘હિન્દુત્વવાદી’ છે.

પોલીસ દ્વારા હરિયાણામાં ખેડૂતો પર થયેલા લાઠીચાર્જ અંગે પૂછવામાં આવતા રાઉતે જણાવ્યું હતું કે, “ખેડૂતોએ જે લોહી વહેવડાવ્યું તેની ભાજપે કિંમત ચૂકવવી પડશે.” તેમણે કહ્યું કે “હરિયાણાના એક સ્થાનિક એસડીએમએ પોલીસને આદેશ આપ્યો કે વિરોધ કરી રહેલા ખેડૂતોનું માથું તૂટે ત્યાં સુધી લાઠીચાર્જ કરો. કર્નાલમાં ખેડૂતોના વિરોધ દરમિયાન ફરજ બજાવતા અધિકારી, કેમેરામાં કેદ થયા હતા અને પોલીસને ખેડૂતોનું માથું તોડવાનું કહેતા હતા. વિડીયો વાયરલ થયો છે, જેમાં વિવિધ રાજકીય પક્ષો તરફથી તીખી પ્રતિક્રિયાઓ ઊભી થઈ છે.”

ઉલ્લેખનીય છે કે શનિવારે ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા જ્યારે હરિયાણામાં રાજમાર્ગ પર ટ્રાફિક આંદોલનમાં વિક્ષેપ પાડતા ખેડૂતોના જૂથ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

Shiv sena sanjay raut mumbai news