સંજય રાઉત ઈડી સમક્ષ હાજર થયા

02 July, 2022 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેઓ સવારે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ દક્ષિણ મુંબઈની બેલાર્ડ એસ્ટેટ ખાતે આવેલી ઈડીની ઑફિસે આવી પહોંચ્યા હતા

ફાઇલ તસવીર

શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત મની લૉન્ડરિંગ તપાસ મામલે તેમનું નિવેદન આપવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) સમક્ષ શુક્રવારે ઉપસ્થિત થયા હતા. તેઓ સવારે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ દક્ષિણ મુંબઈની બેલાર્ડ એસ્ટેટ ખાતે આવેલી ઈડીની ઑફિસે આવી પહોંચ્યા હતા.

અહીં શિવસેનાના સમર્થકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાથી કેન્દ્રીય તપાસકર્તા સંસ્થાની ઑફિસ બહાર ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ઑફિસ તરફના માર્ગો પર બૅરિકેડ્સ મુકાયાં હતાં. પોતાના વકીલ સાથે અંદર જતાં પહેલાં પત્રકારો સાથે વાત કરતાં સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘હું તપાસમાં સંસ્થાને સાથ આપીશ. એણે મને સમન્સ બજાવ્યા છે. એમને મારી પાસેથી કોઈ માહિતી જોઈએ છે અને સંસદસભ્ય, જવાબદાર નાગરિક અને એક રાજકીય પક્ષના નેતા તરીકે તેમને સહકાર આપવાની મારી ફરજ છે.’

mumbai news mumbai directorate of enforcement sanjay raut