સંજય રાઉતનો આખો પરિવાર હવે કોરોનામાં સપડાઈ ગયો

06 January, 2022 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યના ૧૨ પ્રધાન અને ૭૦ જેટલા વિધાનસભ્યો કોરોનાથી સંક્રમિત થયા બાદ શિવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતનો આખો પરિવાર કોરોનામાં સપડાયો હોવાનું જાણવા મળ્યું છે.

સંજય રાઉત (ફાઈલ ફોટો)

મુંબઈ : રાજ્યના ૧૨ પ્રધાન અને ૭૦ જેટલા વિધાનસભ્યો કોરોનાથી સંક્રમિત થયા બાદ શિવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતનો આખો પરિવાર કોરોનામાં સપડાયો હોવાનું જાણવા મળ્યું છે. સંજય રાઉતને થોડા દિવસથી તાવ, શરદી અને ખાંસી હોવાથી તેમની કોવિડ ટેસ્ટ કરાતાં એ પૉઝિટિવ આવતાં તેમનાં પત્ની, પુત્રી અને ભત્રીજી પણ સંક્રમિત થયાં હોવાનું જણાઈ આવ્યું હતું. તમામનું વૅક્સિનેશન થઈ ગયું છે અને તેમને કોરોનાનાં હળવાં લક્ષણો જ છે એટલે તેઓ જાતે જ હોમ ક્વૉરન્ટીન થઈ ગયાં છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયામાં મુંબઈમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થવાથી સામાન્ય લોકોની સાથે અનેક પ્રધાનો અને વિધાનસભ્યો એની ઝપટમાં આવ્યા છે. પરિસ્થિતિ જોખમી બની રહી હોવાથી રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને જરૂરી કામ વિના બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.

mumbai mumbai news sanjay raut coronavirus