કોંગ્રેસમાં આંતરિક ડખો સપાટીએ, સંજય નિરૂપમનું રાજીનામું

23 February, 2017 08:46 AM IST  | 

કોંગ્રેસમાં આંતરિક ડખો સપાટીએ, સંજય નિરૂપમનું રાજીનામું



મુંબઈ : તા, 23 ફેબ્રુઆરી

મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)ના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ચુક્યું છે. શિવસેનાએ પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. જ્યારે બીજેપીએનું પ્રદર્શન ગત 2012ની સરખામણીએ સુધરીને
ડબલ થઈ ગયું છે. પરંતુ કોંગ્રેસનું પ્રદર્શન તદ્દન કથળ્યું છે. જેના પ્રત્યાઘાત આવવાના પણ શરૂ થઈ ગયા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાયણ રાણે અને મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય રાઉતે સામસામી આક્ષેપબાજી શરૂ કરી દીધી છે. રાણેએ સંજય નિરૂપમ હારવા માટે જ ચુંટણી લડી રહ્યાં હોવાનો આરોપ લગાવ્યો હતો. તો સામે સંજય નિરૂપમે તત્કાલ અર્થે પરાજયની જવાબદારી સ્વિકારીતા મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું ધરી દીધું છે.

બીએમસીના ચુંટણી પ્રમાણામો આવી રહ્યાં છે. જેમાં કોંગ્રેસ માંડ 22 જેટલી સીટો પર જીત મેળવતી દેખાઈ છે. કોંગ્રેસનું પ્રદર્શન વર્ષ 2012ની સરખામણીએ નબળું રહેવા પામ્યું છે. જેને લઈને કોંગ્રેસમાં પહેલાથી જ ચાલી રહેલો આંતરીક ડખો સપાટી પર આવ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના ટોચના નેતાઓએ એકબીજા પર હારનું ઠીકરૂં ફોડવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ હાર માટે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરૂપમને જવાબદાર ઠેરવ્યા હતાં. પરિણામો આવતાની સાથે જ નારાયણ રાણેએ સંજય નિરૂપમનો ઉધડો લેતા કહ્યું હતું કે બીએમસીમાં કોંગ્રેસની હાર માટે સંજય નિરૂપમ જ જવાબદાર છે. નિરૂપમ જાણે હારવા માટે જ ચૂંટણી લડ્યા હતાં. કોંગ્રેસના કથળેલા પ્રદર્શન માટે પણ રાણેએ નિરૂપમને જ જવાબદાર ઠેરવ્યાં હતાં.

સંજય નિરૂપમે પણ હારની જવાદારી સ્વિકારી હતી. તેમણે બીએમસીમાં કોંગ્રેસની નૈતિક જવાબદારી સ્વિકારતા મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી તત્કાળ રાજીનામું ધરી દીધું હતું. સંજય નિરૂપમે રાજીનામું આપતા પાર્ટીમાં આંતરીક જુથવાદ હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવાની જવાબદારી સંજય નિરૂપમના માથે હતી. પરંતુ ચુંટણી પહેલા જ કોંગ્રેસના ગુરુદાસ કામત અને સંજય નિરૂપમ વચ્ચે મતભેદ સર્જાયા હતાં. બંને જાહેરમાં એકબીજા પર આક્ષેપોનો મારો ચલાવતા હતાં. ગુરૂદાસ કામત સંજયં નિરૂપમ પર પક્ષમાં મનમાની કરવાના આક્ષેપો અનેક વાર જાહેરમાં લગાવી ચુક્યાં હતાં.