થોડા વખત પહેલાં ટીવી પર ઠૂમકા લગાવતાં હતાં અને હવે ચૂંટણીનાં પરિણામોની સમીક્ષા કરો છો

22 December, 2012 10:42 AM IST  | 

થોડા વખત પહેલાં ટીવી પર ઠૂમકા લગાવતાં હતાં અને હવે ચૂંટણીનાં પરિણામોની સમીક્ષા કરો છો




એક ટીવી-ચૅનલ પર ગુજરાતમાં થયેલી વિધાનસભાની ચૂંટણીની સમીક્ષા કરી રહેલા ઉત્તર મુંબઈના કૉન્ગ્રેસના સંસદસભ્ય સંજય નિરુપમે ગુરુવારે બીજેપીનાં નેતા અને ટીવી-ઍક્ટ્રેસ સ્મૃતિ ઈરાની વિરુદ્ધ કરેલી અણછાજતી કમેન્ટને કારણે ગઈ કાલે બીજેપીના કાર્યકરોએ તેમની ઑફિસ સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ગુજરાતનાં પરિણામોની સમીક્ષા કરતાં એક ટીવી-ચૅનલ પર કૉન્ગ્રેસના સંસદસભ્ય સંજય નિરુપમે સ્મૃતિ ઈરાનીને ઉદ્દેશીને કહ્યું હતું કે થોડા વખત પહેલાં તો તમે ટીવી પર ઠૂમકા લગાવતાં હતાં અને હવે ચૂંટણીનાં પરિણામોની સમીક્ષા કરો એવાં બની ગયાં છો.




તેમની આ કમેન્ટને કારણે ઉશ્કેરાયેલા બીજેપીના કાર્યકરોએ ગઈ કાલે બપોરે બે વાગ્યે બોરીવલી (વેસ્ટ)ના ચંદાવરકર રોડ પર આવેલી સંજય નિરુપમની ઑફિસ સામે જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને નારાબાજી કરી હતી. એમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હતી. તેમનું કહેવું હતું કે સંજય નિરુપમ આ માટે માફી માગે. બોરીવલી પોલીસે વિરોધ-પ્રદર્શન કરી રહેલા બીજેપીના કાર્યકરોને પહેલાં તાબામાં લીધા હતા અને પછી પોલીસ-સ્ટેશને લઈ જઈને છોડી મૂક્યા હતા.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી