ચાલુ ટ્રેનમાંથી પડી ગયા બાદ લોકોએ ચોરને પકડવામાં યુવતીને મદદ કરી

12 September, 2019 11:28 AM IST  |  મુંબઈ | સમીઉલ્લાહ ખાન

ચાલુ ટ્રેનમાંથી પડી ગયા બાદ લોકોએ ચોરને પકડવામાં યુવતીને મદદ કરી

પ્રતીકાત્મક તસવીર

ચોરે મોબાઇલ આંચકતાં ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જનારી બાવીસ વર્ષની સાહસિક છોકરી ટ્રેનના પાટા નજીક રહેનારા સ્થાનિકોની મદદથી ચોરને પકડવામાં સફળ રહી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ બનાવ મંગળવારે સવારે બોરીવલી અને કાંદિવલી રેલવે સ્ટેશન નજીક પોઇસરમાં બન્યો હતો. મલાડની ખાનગી કંપનીમાં કામ કરતી અને ગોરાઈ ખાતે રહેતી પૂજા જયસ્વાલ બોરીવલી રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર ૧થી લોકલ ટ્રેનમાં ચઢી હતી. ઉતાવળમાં જયસ્વાલ લગૅજ કમ્પાર્ટમેન્ટમાં ચઢી ગઈ હતી અને તે ફોન પકડીને દરવાજા નજીક ઊભી રહી હતી. તેણે આગળના સ્ટેશને લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં જવાનું નક્કી કર્યું હતું. પોઇસર સબવે પાસે સિગ્નલ પર લોકલ ટ્રેન ધીમી પડી ત્યારે કમ્પાર્ટમેન્ટમાં મોજૂદ ૨૬ વર્ષનો નૂર મોહમ્મદ શેખ જયસ્વાલનો ફોન આંચકીને ટ્રેન બહાર કૂદી પડ્યો હતો. જયસ્વાલે સંતુલન ગુમાવી દેતાં તે પણ ચાલુ ટ્રેનમાંથી પડી ગઈ હતી. ટ્રેનના અન્ય પ્રવાસીઓ કંઈ પ્રતિક્રિયા કરે એ પહેલાં ટ્રેનની ઝડપ વધી ગઈ.

આ પણ વાંચો : રાજ્ય સરકારે નવા મોટર વેહિકલ્સ અમેન્ડમેન્ટ ઍક્ટનો અમલ સ્થગિત કર્યો

જયસ્વાલને જમણા પગે ઈજા થઈ હતી, પણ તેણે થોડા મીટર સુધી આરોપીનો પીછો કરવાની કોશિશ કરી અને ત્યાર પછી તેણે મદદ માટે બૂમો પાડી. રેલવે પાટાની નજીક રહેનારા લોકોએ તેની બૂમો સાંભળીને આરોપીને ઝડપી લીધો. જયસ્વાલનો ફોન પરત મેળવ્યો અને આરોપીને પોલીસને હવાલે કરવામાં આવ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે ફોનની કિંમત આશરે ૧૫,૦૦૦ રૂપિયા છે.

mumbai local train mumbai crime news kandivli borivali western railway samiullah khan