સમીર વાનખેડેની બહેન યાસ્મીને નવાબ મલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી, જાણો વિગત

28 October, 2021 04:41 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

યાસ્મીન વાનખેડેએ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક સામે કથિત રીતે બદનક્ષી કરવા બદલ FIR નોંધવાની માંગ કરતી પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

નવાબ મલિક

આર્યન ખાન  ડ્રગ્સ કેસ બાદ સમીર વાનખેડે પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. આ દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડેએ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક સામે કથિત રીતે બદનક્ષી કરવા બદલ FIR નોંધવાની માંગ કરતી પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

ક્રુઝ શીપ ડ્રગ્સ કેસ મામલે આર્યન ખાનની ધરપકડ બાદ સમીર વાનખેડે ચર્ચામાં છે. તેમની પર આ કેસ મામલે ચેંડા કરવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. એનસીપી નેતા નવાબ મલિક સમીર વાનખેડે પર વારંવાર અનેક આક્ષેપો કરી રહ્યાં છે. હાલમાં સમીર વાનખેડે પર કાર્યવાહી કરવાની ચર્ચાઓ થઈ રહી છે. 

ઓશિવારા પોલીસને કરવામાં આવેલી તેણીની બે પાનાની ફરિયાદમાં, યાસ્મીન વાનખેડેએ દાવો કર્યો હતો કે તેના પરિવારને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ તેણીએ મલિકે માલદીવની તેમની ફેમિલી વેકેશનની ટ્રીપને  `વસૂલી ટ્રીપ` તરીકે પણ ઓળખાવી હોવાની વાત કરી છે. 

આ ઉપરાંત ફરિયાદ મુજબ યાસ્મીને આરોપ લગાવ્યો કે મલિક તેને અને તેના પરિવારના સભ્યોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણીએ એવો પણ દાવો કર્યો હતો કે તેણીનો ઓનલાઈન પીછો કરવામાં આવી રહ્યો છે અને મંત્રી ગેરકાયદેસર રીતે મીડિયા પર્સનને તેના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ કરેલા અંગત ફોટોગ્રાફ્સનું વિતરણ કરી રહ્યા છે.

ઓશિવારા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે તેમને ગયા અઠવાડિયે યાસ્મીન વાનખેડે તરફથી લેખિત ફરિયાદ મળી હતી, પરંતુ હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી.

મલિકે વારંવાર ક્રુઝ ડ્રગ્સ કેસને "બનાવટી" તરીકે ગણાવ્યો છે અને સમીર વાનખેડે સામે આક્ષેપોનો દોર મૂક્યો છે, જેમાં ગેરકાયદેસર ફોન ટેપિંગ અને નોકરી માટે નકલી માટે દસ્તાવેજો બનાવ્યા હોવાના આક્ષેપ છે. 

mumbai mumbai news nationalist congress party NCB Narcotics Control Bureau