નવાબ મલિકના આક્ષેપોને નકારી સમીર વાનખેડેની પત્નીએ મંત્રીને લીધા ઉધડાં

26 October, 2021 07:06 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સમીર વાનખેડેની પત્નીએ નવાબ ર વનાખેડેલિકના દાવાને ખોટા ગણાવ્યાં છે, જ્યારે સમીર વાનખેડેએ પણ દિલ્હી જવાની વાતને નકારી છે.

સમીર વાનખેડે પત્ની સાથે

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડેએ NCP નેતા નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા હતા અને મંત્રી દ્વારા ટાંકવામાં આવેલા અનામી પત્રની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા. તો બીજી બાજુ સમીર વાનખેડે પણ દિલ્હી મુલાકાતને ટાંકી મિડ-ડે ડૉટ કોમને જણાવ્યું હતું કે `તેઓ કયાંય ગયા નથી.`

મીડિયાને સંબોધતા ક્રાંતિએ કહ્યું, `કોઈપણ વ્યક્તિ આ પ્રકારના પત્રો લખી શકે છે. આવા પત્રોની કોઈ યોગ્યતા હોતી નથી. મલિકના આરોપો બધા ખોટા છે અને જો તેની પાસે પુરાવા હોય તો તેણે કોર્ટ સમક્ષ રજૂ કરવા જોઈએ. "Twitterbaaji" કરીને અમે કંઈ શોધી શકતા નથી. ટ્વિટર પર કોઈપણ કંઈપણ લખી શકે છે. હું ટ્વિટર પર પણ લખી શકું છું. નવાબ મલિક દ્વારા શેર કરવામાં આવેલા આવા પત્રો કોઈ સુસંગત નથી.`

NCB અધિકારી સામે ખંડણી અને ગેરકાયદેસર ફોન ટેપિંગના નવાબ મલિકના આરોપો પર પ્રતિક્રિયા આપતા રેડકરે કહ્યું, `આ બધા ખોટા દાવા છે. મારા પતિ ખોટા નથી. અમે આ સહન નહીં કરીએ.` તેણે વધુમાં કહ્યું કે `મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. મને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે કારણ કે અમારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જો સમીર વાનખેડેને NCBમાં તેમની વર્તમાન પોસ્ટ પરથી દૂર કરવામાં આવે તો ઘણા લોકોને ફાયદો થઈ શકે છે.` 

મલિક દ્વારા તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવાની ચેલેન્જ પર ક્રાંતિએ કહ્યું, `અમારે શા માટે કોર્ટમાં જવું જોઈએ? જેઓ અમારી સામે આરોપો લગાવે છે તેઓએ કોર્ટમાં જવું જોઈએ. અમે `કરોડપતિ` નથી, અમે સરળ લોકો છીએ. સમીર એક પ્રામાણિક અધિકારી છે તેથી જ ઘણા લોકો ઈચ્છે છે કે તેને હટાવવામાં આવે.`

વાનખેડેના જન્મ પ્રમાણપત્ર પર બોલતા તેણીએ એનસીપી દ્વારા વધુ સંશોધન માટે હાકલ કરી અને કહ્યું કે તેમની સંશોધન ટીમ `શાનદાર` છે તો તેમણે મૂળ પ્રમાણપત્ર શોધવું જોઈએ. એક વ્યક્તિનું પ્રમાણપત્ર બનાવટી હોઈ શકે પણ તે આખા ગામનું કેવી રીતે હોઈ શકે. ગઈકાલે પપ્પાએ પણ બતાવ્યું અને સાબિત કર્યું કે તેમની જાતિ અસલ છે. મને લાગે છે કે તેઓએ યોગ્ય રીતે સંશોધન કર્યું નથી. તેઓએ વધુ સંશોધન કરવું જોઈએ. તેમની સંશોધન ટીમ લાજવાબ હોય તો, તેમણે મૂળ પ્રમાણપત્ર શોધવું જોઈએ.`

જ્યારે NCB અધિકારી સમીર વાનખેડેની બહેન યાસ્મીને કહ્યું કે, `અમને જાનથી મારી નાખવાના અને ધમકીના કોલ મળી રહ્યા છે. તે (નવાબ મલિક) કોણ છે જે બર્થ સર્ટિફિકેટ શોધે છે? મને લાગે છે કે મારે પણ રોજ ખોટા પુરાવા રજૂ કરવા જોઈએ.`   મહારાષ્ટ્રના પ્રધાને કહ્યું હતું કે તેમને એક અનામી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અધિકારી તરફથી એક પત્ર મળ્યો છે જેમાં આરોપ છે કે એન્ટી-ડ્રગ એજન્સી દ્વારા ઘણા લોકોને ખોટા કેસોમાં ફસાવ્યા છે.

મહારાષ્ટ્રના લઘુમતી બાબતોના પ્રધાને કહ્યું કે તેઓ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને સંડોવતા ક્રૂઝ ડ્રગ બસ્ટ કેસની એજન્સીની તપાસમાં સામેલ કરવા માટે NCBના ડિરેક્ટર જનરલ એસએન પ્રધાનને પત્ર મોકલી રહ્યા છે. મલિકે કહ્યું કે તેમને મળેલા પત્રમાં 26 કેસોનો ઉલ્લેખ છે જેમાં આરોપ છે કે સમીર વાનખેડેએ આ મામલાની તપાસ કરતી વખતે યોગ્ય નિયમોનું પાલન કર્યું ન હતું.`

આ દરમિયાન વાનખેડેએ કહ્યું છે કે તમામ આરોપો ખોટા છે. મલિકે અગાઉ વાનખેડેનું જન્મ પ્રમાણપત્ર પણ ટ્વિટર પર શેર કર્યું હતું અને લખ્યું હતું કે સમીર દાઉદ વાનખેડેની છેતરપિંડી અહીંથી શરૂ થઈ હતી. આ પછી વાનખેડેએ કહ્યું કે તે લડશે, કાયદેસર રીતે લડશે.

NCBની ટીમે કોર્ડેલિયા ક્રૂઝ શિપ પર કથિત ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો, જે 2 ઓક્ટોબરે મધ્ય સમુદ્રમાં ગોવા જઈ રહ્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં આર્યન ખાન સહિત કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

NCB Narcotics Control Bureau mumbai mumbai news nationalist congress party