અરે બાપ રે! સલમાન ખાનને ફરી જાનથી મારવાની ધમકી, આ વખતે કૉલરે તારીખ પણ આપી

11 April, 2023 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક કોલરે પોલીસ કંટ્રોલને ફોન કરીને સલમાન ખાન (Salman Khan)ને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

સલમાન ખાન - ફાઇલ તસવીર

સલમાન ખાન(salman khan gets death threat)ને ધમકીઓ મળવાનો સિલસિલો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ફરી એકવાર ભાઈજાનને ધમકી મળી છે. એક કૉલરે પોલીસ કંટ્રોલને ફોન કરીને કહ્યું કે તે 30મીએ સલમાન ખાનને મારી નાખશે.

એક કૉલરે પોલીસ કંટ્રોલને ફોન કરીને કહ્યું કે તે 30મીએ સલમાન ખાનને મારી નાખશે. બોલિવૂડના દબંગ ખાન પરનો ખતરો ઓછો થવાનું નામ જ નથી લેતો. તાજેતરમાં અભિનેતાને ગોલ્ડી બ્રાર તરફથી ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેના પગલે તેણે મુંબઈ પોલીસ(Mumbai Police)માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્યારે આ મામલે તપાસ કરી ત્યારે મેઈલનું કનેક્શન યુકેથી હોવાનું જાણવા મળ્યું હતું. હવે ફરી એકવાર સલમાન પર ખતરો વધી રહ્યો છે.

આ પણ વાંચો: ટ્રેલર લૉન્ચ દરમિયાન સલમાન ખાને સૌની સામે શહેનાઝ ગિલને આપી સલાહ

નોંધનીય છે કે સોમવારે રાત્રે 9 વાગે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં એક કૉલ આવ્યો હતો. આ દરમિયાન ફોન કરનારે કહ્યું કે તે 30મીએ સલમાન ખાનને મારી નાખશે. ફોન કરનારે પોતાનો પરિચય રોકી ભાઈ તરીકે આપ્યો અને કહ્યું કે તે જોધપુરના ગાય રક્ષક છે. જોકે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, પરંતુ આ પહેલીવાર નથી જ્યારે સલમાનને ધમકી મળી હોય. આ પહેલા પણ અભિનેતા સાથે ઘણી વખત આવું બન્યું છે.

mumbai news Salman Khan mumbai mumbai police bollywood