અકસ્માતમાં સંડોવાયેલી કાર સલમાન ખાન વેચી શકે નહીં

11 October, 2012 05:49 AM IST  | 

અકસ્માતમાં સંડોવાયેલી કાર સલમાન ખાન વેચી શકે નહીં

ગયા માર્ચ મહિનામાં સલમાન ખાને બાંદરા મેટ્રોપૉલિટન કોર્ટ સમક્ષ એક અરજી કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે ટૉયોટા લૅન્ડક્રૂઝરને મેઇન્ટેઇન કરવી ખૂબ ખર્ચાળ છે તેમ જ તેને હવે એની જરૂર નથી.  સલમાન ખાન વિરુદ્ધ ફૂટપાથ પર સૂતેલા લોકોને કાર નીચે કચડી નાખવાનો આરોપ છે. ૨૦૦૨ની ૨૮ સપ્ટેમ્બરે વહેલી સવારે થયેલા અકસ્માતમાં સલમાન ખાનની કારની અડફેટમાં આવતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું તેમ જ ચાર જણ ઘાયલ થયા હતા.