સલામ નમસ્તે

23 March, 2020 08:08 AM IST  |  Mumbai Desk | Alpa Nirmal

સલામ નમસ્તે

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કરેલી  રવિવારની સાંજે પાંચ વાગીને પાંચ મિનિટ માટે   દેશના સેવકોને   બિરદાવવાની  હાકલને  મુલુંડ વેસ્ટના ઝવેર રોડ પર આવેલી શ્રી પુષ્પા મણિ સોસાયટીના રહેવાસીઓએ બહુ  ઉલ્લાસથી સ્વીકારી.   સમય થતા અહીં ૩૬ ફ્લેટમાં રહેતા ૧૨૦ જેટલા વ્યક્તિઓ   ભારતીય પોશાકમાં સજ્જ થઇ,  પોતપોતાની બાલ્કની અને કમ્પાઉન્ડમાં તુતારી, ઢોલ, મંજિરા, બ્યુગલ, ખંજરી, શંખ, તબલા જેવા વાદ્યો લઈ ગોઠવાઈ ગયા હતા અને પૂરી પાંચ મિનિટ સુધી તેનો નાદ કરી દેશના સેવકોને સલામી આપી હતી.

આ કાર્યક્રમની સફળતામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અહીંના રહેવાસી ભરત નંદુ  મિડ-ડેને કહે છે,” વડાપ્રધાને કરેલી અપીલ અમને સહુને સ્પર્શી ગઈ હતી. અમારા ચેરમેન મનુભાઈએ  આઇડિયા આપ્યો હતો કે આપણે વિવિધ વાજીંત્રોનો નાદ  કરીયે. મારી પાસે  થોડા પ્રાચીન વાદ્યો છે. જે અમે અમારી બિલ્ડીંગના રહેવાસીઓમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યા.

બિલ્ડિંગના રહેવાસી જેનિલ શાહ કહે છે,” અમારી પાસે ૪૦ ફૂટનો ત્રિરંગો છે જે અમે કમ્પાઉન્ડમાં ફરકાવ્યો. કારણકે આ અભિવાદન આખા દેશના એ સેવકોનું છે જેઓ મહિનાઓથી, રાત-દિવસ, પોતાના પરિવારને પોતાની હેલ્થને  અવગણી કોરોનાગ્રસ્તોની સેવામાં અને દેશવાસીઓની સેવામાં લાગેલા છે.”

  ભરત નંદુ કહે છે કે,”અમારા કેટલાક વ્યક્તિઓ કમ્પાઉન્ડમાં હતાં તેઓને એઝ પર નિયમ  ચોક્કસ અંતરે ઉભા રાખ્યા હતાં તેમજ તેઓ માટે સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરી હતી. આ ધ્વનિનાદ દ્વારા અમે સહુ કાયૅકતાૅઓને લાખ લાખ સલામી  પાઠવીએ છીએ

mumbai mumbai news coronavirus mulund covid19 janta curfew