એસબીઆઇનાં એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાયા : ઓટીપી જરૂરી

17 September, 2020 12:13 PM IST  |  Mumbai | Agencies

એસબીઆઇનાં એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાયા : ઓટીપી જરૂરી

પ્રતીકાત્મક તસવીરએસબીઆઇનાં એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાયા : ઓટીપી જરૂરી

રાતના સમયે ગ્રાહકોને એટીએમ ફ્રૉડથી બચાવવા માટે દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ)એ ૨૦૨૦ની ૧ જાન્યુઆરીથી પોતાના ગ્રાહકોને ઓટીપી આધારિત એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપી હતી. આ અંતર્ગત રાતે ૮થી સવારે ૮ વાગ્યા સુધી એસબીઆઇ એટીએમમાંથી ૧૦,૦૦૦ રૂપિયા અને વધુની રોકડ ઉપાડતી વખતે ઓટીપી જરૂરી છે. હવે, બૅન્કે દેશભરનાં તમામ એસબીઆઇ એટીએમમાં ૧૦,૦૦૦ રૂપિયા અને વધુ રકમ ઉપાડવા માટે ૨૦૨૦ની ૧૮ સપ્ટેમ્બરથી ઓટીપી આધારિત સેવાને લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
૨૪૭ ઓટીપી આધારિત કૅશ ઉપાડ સુવિધાની શરૂઆત સાથે એસબીઆઇએ એટીએમ કૅશ ઉપાડમાં સુરક્ષા સ્તરને વધુ મજબૂત બનાવી છે. દિવસ દરમ્યાન આ સુવિધાનો અમલ લાગુ થતાં હવે એસબીઆઇના ડેબિટ કાર્ડધારકો છેતરપિંડી, અનધિકૃત ઉપાડ, કાર્ડ સ્કીમિંગ, કાર્ડ ક્લોનિંગ અને અન્ય જોખમોથી બચી શકશે.
ઓટીપી આધારિત રોકડ ઉપાડની સુવિધા ફક્ત એસબીઆઇના એટીએમ પર ઉપલબ્ધ છે, કારણ કે એસબીઆઇ સિવાયનાં એટીએમમાં નૅશનલ ફાઇનૅન્શિયલ સ્વિચ (એનએફએસ)ને વિકસિત કરાઈ નથી. ઓટીપી એ સિસ્ટમ-જનરેટ કરેલો ન્યુમરિક કોડ છે, જે વપરાશકર્તાને એકલ વ્યવહાર માટે પ્રમાણિત કરે છે. એક વાર ગ્રાહકો એટીએમમાં ઉપાડની રકમ દાખલ કરશે પછી એટીએમ સ્ક્રીન ઓટીપી માટે પૂછશે, જ્યાં તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત ઓટીપી દાખલ કરવો પડશે.

mumbai mumbai news