હોટેલિયરે બ્લૅકમેઇલ કરતા RTI ઍક્ટિવિસ્ટને છૂપા કૅમેરાથી પકડાવ્યો

16 December, 2012 05:30 AM IST  | 

હોટેલિયરે બ્લૅકમેઇલ કરતા RTI ઍક્ટિવિસ્ટને છૂપા કૅમેરાથી પકડાવ્યો



પોલીસે કહ્યું હતું કે ‘હોટેલ વિરુદ્ધ કિરણ વૈદ્ય નવા નિયમ પ્રમાણે હોટેલ ગેરકાયદે હોવાની ઘણી ફરિયાદો થાણે સુધરાઈ તથા કલેક્ટર ઑફિસમાં કરતો હતો. પરિણામે આવી ફરિયાદોથી કંટાળીને આરોપીનો સંપર્ક કરતાં તેણે હોટેલમાલિક પાસે ૬ લાખ રૂપિયાની માગણી કરી હતી. છેવટે ત્રણ લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉમેશ શેટ્ટીએ શરૂઆતમાં ૫૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ એ પહેલાં પોતાના શર્ટમાં ગોઠવેલા ૧૦ છૂપા કૅમેરાની મદદથી સમગ્ર ઘટનાનું શૂટિંગ કરી લીધું હતું. બાદમાં ગુરુવારે ૧ લાખ રૂપિયા આપવા માટે બોલાવ્યો ત્યારે તેને રંગેહાથ પકડવામાં આવ્યો હતો.

આરટીઆઇ = રાઇટ ટુ ઇન્ફર્મે‍શન

એનજીઓ = નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન