બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ ગ્રાઉન્ડ અણ્ણાના અનશન માટે તૈયાર

22 December, 2011 04:15 AM IST  | 

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ ગ્રાઉન્ડ અણ્ણાના અનશન માટે તૈયાર


પાંચ દિવસ માટે ગ્રાઉન્ડ
એમએમઆરડીએના કમિશનર રાહુલ અસ્થાનાએ કહ્યું હતું કે ‘અમે પાંચ દિવસ માટે ગ્રાઉન્ડ એનજીઓને આપ્યું છે. પ્રોગ્રામ ૨૭થી ૨૯નો છે. એ માટે એક દિવસ પહેલાં અને છેલ્લા દિવસે પંડાલ બાંધવાનું અને પંડાલ કાઢવાનું પણ કામ હાથ ધરવામાં આવશે. એટલે પાંચ દિવસ માટે ગ્રાઉન્ડ ભાડા પર આપવામાં આવ્યું છે.’


બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા  એમએમઆરડીએ ગ્રાઉન્ડની ઑથોરિટીએ ૧૫ દિવસ માટે પરમિશન મંજૂર કરી હતી, પરંતુ સ્ક્વેર મીટરદીઠ ૬ રૂપિયા ૪૦ પૈસા એક દિવસના ૨૭ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર દરમ્યાન ચાર્જ કરવામાં આવશે. ૧ જાન્યુઆરીથી રેટ રિવાઇઝ કરવામાં આવશે એટલે ત્યાર બાદ સ્ક્વેર મીટરનો રોજનો ૮ રૂપિયા ૪૦ પૈસા ચાર્જ ભરવો પડશે. અણ્ણા હઝારે મુંબઈમાં ૨૭, ૨૮ અને ૨૯ ડિસેમ્બરે ઉપવાસ કરશે અને ૩૦ ડિસેમ્બરથી ત્રણ દિવસ માટે જેલભરો આંદોલન કરવામાં આવશે.


એક દિવસના પોણા ચાર લાખ રૂપિયા
એમએમઆરડીએ તરફથી પરમિશન તો મળી ગઈ છે. ૩ દિવસ માટે ગ્રાઉન્ડનું ભાડું દસ લાખ ૨૬ હજાર રૂપિયા છે અને સર્વિસ ટૅક્સ મળીને ૧૧ લાખ ૩૧ હજાર રૂપિયા થાય છે. એ માટે ૭ લાખ ૬૯ હજાર રૂપિયા ડિપોઝિટ ભરવામાં આવી છે. આનો મતલબ એ કે અણ્ણાની ટીમ એક દિવસના ૩ લાખ ૭૭ હજાર રૂપિયા ખર્ચશે. એમએમઆરડીએ પૉલિસી હેઠળ કોઈ કન્સેશન મYયું નથી.હવે એનજીઓએ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ પોલીસની, ફાયરબ્રિગેડની અને સુધરાઈની પરમિશન લેવાની બાકી છે.