ફેસ માસ્ક ફક્ત કોરોનાથી રક્ષણ માટે જ નહીં, હવે ચોરી માટે વપરાઈ રહ્યો છે

10 October, 2020 02:47 PM IST  |  Mumbai | Samiullah Khan

ફેસ માસ્ક ફક્ત કોરોનાથી રક્ષણ માટે જ નહીં, હવે ચોરી માટે વપરાઈ રહ્યો છે

તસવીર સૌજન્યઃ હનિફ પટેલ

વસઈ પશ્ચિમમાં ધોળા દિવસે ATMમાંથી રૂ.10.92 લાખની ચોરી થઈ છે. ચોરે ફેસ માસ્ક અને ગ્લોવ્ઝ પહેર્યા હતા. દેખાવમાં તે એન્જિનિયર જેવો દેખાતો હતો. ડીસીબી બૅન્કનું એટીએમ મશીનને તોડીને તેણે રોકડા લીધા હતા.

મિડ-ડે સાથે વાત કરતા સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સ લિમિટેડના મેનેજર અજય ગાયકવાડે કહ્યું કે, છેલ્લા અમૂક દિવસથી એટીએમ મશીન ચાલતુ નહોતું. બૅન્ક દ્વારા પત્ર પણ મળ્યો હતો કે આ મશીનને બદલવામાં આવે. એટીએમ મશીનમાંથી રોકડા કાઢવા માટે મે લોડર મોકલ્યુ હતુ પણ જ્યારે અમે એટીએમ સેન્ટર પહોંચ્યા તો જોયુ કે તે આખુ તુટેલુ હતુ અને રોકડા પણ નહોતા.

ગાયકવાડે ઉમેર્યું કે, અમે આજુબાજુની દુકાનદારો સાથે વાતચીત કરી જેનાથી અમને ખબર પડી કે એન્જિનિયર જેવો દેખાતો એક વ્યક્તિ સવારે સાત-આઠ વાગ્યાની આસપાસ આવ્યો હતો. તે એટીએમ સેન્ટરમાં ગયો અને અડધુ શટર બંધ કરી દીધું હતું. 20 મિનીટ બાદ તે એક બેગ લઈને બહાર આવ્યો હતો, એક દુકાનદારે તેનો ફોટો પાડી લીધો હતો. એવી આશંકા છે કે આ જ વ્યક્તિએ પૈસાની ચોરી કરી છે.

વાલીવ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે, અમે અનામી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને આગળ તપાસ કરી રહ્યા છીએ. 

mumbai news Crime News