મર્યાદિત પ્રવાસીઓ હોવા છતાં સેન્ટ્રલ રેલવેએ આટલા કરોડનો દંડ વસૂલ્યો

27 November, 2020 09:15 PM IST  |  Mumbai | Rajendra B aklekar

મર્યાદિત પ્રવાસીઓ હોવા છતાં સેન્ટ્રલ રેલવેએ આટલા કરોડનો દંડ વસૂલ્યો

પ્રતિકાત્મક તસવીર

લોકલ અને બહારગામની ટ્રેનોમાં નિયંત્રણો હોવાથી અનધિકૃત પ્રવાસીઓ ટ્રેનમાં પ્રવાસ ન કરે તે માટે સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝને વરિષ્ઠ અધિકારીઓ અને ટિકીટ ચેકિંગ સ્ટાફની એક સ્પેશ્યિલ ટીમની રચના કરી હતી. આ ટીમે જૂન મહિનાથી લઈને 20 નવેમ્બર સુધીમાં 43,526 કર્મચારીઓ પાસેથી રૂ.1.50 કરોડનો દંડ વસૂલ્યો છે.

આ પણ વાચોઃ સામાન્ય જનતા માટે ડિસેમ્બર સુધી લોકલ નહીંઃ પાલિકા કમિશનર

એક અધિકારીએ કહ્યું કે, આ 43,526 કેસમાંથી 39,516 સબર્બન ટ્રેનના છે, જેમની પાસેથી રૂ.1.10 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે, જ્યારે 4000 કેસ એક્સપ્રેસ ટ્રેનોના છે જેમની પાસેથી રૂ.40 લાખની વસૂલી કરવામાં આવી છે.

43,516માંથી 36,754ને નિયમિત ટિકીટ ચેકિંગ વખતે પકડી પાડવામાં આવ્યા હતા, જ્યારે 4,616 લોકોને સઘન તપાસમાં અને 2,146 લોકોને સ્પેશ્યિલ ટિકીટ ચેકિંગ કરતા સમયે પકડવામાં આવ્યા હતા.

central railway mumbai local train mumbai