RPF જવાનની ચાલુ ટ્રેને રાઈફલ પડી ગઈ

07 August, 2013 09:08 AM IST  | 

RPF જવાનની ચાલુ ટ્રેને રાઈફલ પડી ગઈ



મહિલા પ્રવાસીઓની સુરક્ષાની જવાબદારી સંભાળતી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (RPF)ની બેદરકારીના કિસ્સા છાશવારે બહાર આવતા જ રહે છે. કૉન્સ્ટેબલ ઊંઘતો રહ્યો અને ડ્યુટી પર ન પહોંચ્યો એ સવારે જ લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં એક નર્સની છેડતીની ઘટના જૂની થાય એ પહેલાં શનિવારે રાતે RPશ્ના એક કૉન્સ્ટેબલની રાઇફલ ચાલતી ટ્રેનમાંથી પાટા પર પડી ગઈ હતી, જે હજી સુધી નથી મળી. થાણે લોકલમાં નાઇટ ડ્યુટી પરના કુર્લા RPશ્ના કૉન્સ્ટેબલ સંભાજી હટકરને આ ગંભીર બેદરકારીના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

શનિવારે રાતે ૨૯ વર્ષનો સંભાજી હટકર દાદરથી લોકલમાં પોતાની ડ્યુટી માટે ૨૪ કલાકના સેકન્ડ ક્લાસ લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં સવાર થયો હતો. રાઇફલને કૉર્નરમાં ટેકવીને પોતે દરવાજાના ફૂટબોર્ડ પર ઊભો હતો. નાહૂર અને મુલુંડ સ્ટેશન વચ્ચે તેની રાઇફલ ટ્રૅક પર પડી ગઈ હતી. રસ્તામાં કેટલાંક નાળાં પણ હોવાથી રાઇફલ ક્યાંક એમાં પડી ગઈ કે કેમ એનો પણ કોઈ અંદાજ તેને નહોતો અને રાઇફલ હજી સુધી નથી મળી.