મંદિરા બેદીએ ભાડે આપેલા ઘરમાં ચોરી

13 April, 2012 05:06 AM IST  | 

મંદિરા બેદીએ ભાડે આપેલા ઘરમાં ચોરી

ખારમાં આવેલા લીલા કુંજ બિલ્ડિંગમાં છેલ્લાં ઘણાં વર્ષોથી સિક્યૉરિટી ગાર્ડ ન હોવાનું સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે. આ બિલ્ડિંગથી થોડે દૂર આવેલા ‘રામ’ નામના બંગલામાં મંદિરા બેદી રહે છે. ખાર પોલીસે જણાવ્યા મુજબ મંદિરાના ફલૅટમાં ભાડે રહેતી ૨૮ વર્ષની અનુપા મોહન ૮ એપ્રિલે સવારે બહારગામ જવા નીકળી હતી અને તે ૧૧ એપ્રિલે પાછી આવી હતી ત્યારે તેને ઘરનું તાળું તૂટેલું હોવાનું અને ઘરમાંથી ઇમિટેશન જ્વેલરી, પરફ્યુમની બાટલીઓ તથા થોડી રોકડ રકમ મળીને ૧૭,૪૦૦ રૂપિયાની  ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.