ચર્ચના ફાધરને બાંધી દઈને ચોરોએ અઢી લાખ રૂપિયાની માલમતા લૂંટી

05 December, 2012 06:07 AM IST  | 

ચર્ચના ફાધરને બાંધી દઈને ચોરોએ અઢી લાખ રૂપિયાની માલમતા લૂંટી



ધરમના સ્થળે ધાડ : ભાઇંદર (ઈસ્ટ)માં આવેલું સેક્રેડ હાર્ટ કૅથલિક ચર્ચના ફાધર ડેનિસ મારુકી (ઇન્સેટ)ને બાંધીને લૂંટ ચલાવાઈ હતી.



ભાઈંદર (ઈસ્ટ)માં રેલવે-સ્ટેશન પાસેની ફાટક નજીકના સેક્રેડ હાર્ટ કૅથલિક ચર્ચમાં સોમવારે મોડી રાતે આ ઘટના બની હતી. ચર્ચના ફાધર ડેનિસ મારુકી કોઈક કામસર કાશીમીરા ગયા હતા. એનો ફાયદો લઈને આઠ દિવસ પહેલાં જ વૉચમૅન તરીક નોકરીએ રાખેલો દીપક ભંડારી તેના બે સાથીદારો સાથે ચોરીના ઇરાદે ચર્ચમાં ઘૂસી ગયો હતો. એ દરમ્યાન ફાધર ચર્ચમાં આવી પહોંચ્યા હતા. દીપક અને તેના સાથીદારોએ પછી ફાધરને ચર્ચમાં બીજા માળા પર આવેલી તેમની રૂમમાં જઈને તેમને બાંધી દીધા હતા અને ચર્ચના કાર્યાલયમાંથી ૧ લાખ ૮૦ હજાર રૂપિયાની રોકડ રકમ તથા ૫૦,૦૦૦ રૂપિયાના દાગીના તેમ જ ફાધરનો મોબાઇલ અને મોટરસાઇકલ લઈને નાસી ગયા હતા. નવઘર પોલીસ ગુનો નોંધીને આરોપીઓની તપાસ કરી રહી છે.