ક્યાં છે કાયદો ને સુવ્યવસ્થા?

01 November, 2011 07:55 PM IST  | 

ક્યાં છે કાયદો ને સુવ્યવસ્થા?

 

બીજા બનાવમાં જોગેશ્વરીમાં રહેતી ૨૫ વર્ષની યુવતી શ્રેયા મિરગુલે રવિવારે સાંજે અંધેરી (ઈસ્ટ)માં હાઇવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે મોટરસાઇકલ પર આવેલા યુવાનો તેના ગળામાંથી ૩૦ ગ્રામ વજનનું ૭૦,૦૦૦ રૂપિયાનું સોનાનું મંગળસૂત્ર અને સોનાની ચેઇન આંચકીને ભાગી છૂટ્યા હતા. ત્રીજા બનાવમાં ગોરેગામમાં રહેતી ૩૫ વર્ષની ગૃહિણી ગઈ કાલે રિક્ષામાં તેના પતિ સાથે સાયન તરફ જઈ રહી હતી ત્યારે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના સિગ્નલ પાસે તેમની રિક્ષા ઊભી હતી એ વખતે મોટરસાઇકલ પર આવેલો યુવક તેના ગળામાંથી ૪૦ ગ્રામ વજનનું સોનાનું મંગળસૂત્ર ખેંચીને ભાગી છૂટ્યો હતો. આવો જ બીજો એક બનાવ વિલે પાર્લે (ઈસ્ટ)માં બન્યો હતો, જેમાં ૫૧ વર્ષની મહિલા તેના પતિ સાથે રિક્ષામાં જઈ રહી હતી ત્યારે વિલે પાર્લે (ઈસ્ટ)માં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર તેમની રિક્ષા સિગ્નલ પર ઊભી એ વખતે મોટરસાઇકલ પર આવેલા બે માણસો આ મહિલાનું પર્સ ખેંચીને ભાગી છૂટ્યા હતા. આ પર્સમાં સોના-ચાંગીના દાગીના, મોબાઇલ સહિત કુલ ૪ લાખ ૩૦ હજાર રૂપિયાની માલમતા હતી.

ઘરનાં તાળાં તોડીને ઘરમાં ચોરી કરવાના પણ ગઈ કાલે બે બનાવ પોલીસના ચોપડે નોંધાયા હતા, જેમાં ગઈ કાલે ગોરેગામ (ઈસ્ટ)માં આરે રોડ પર આવેલા દળવી બિલ્ડિંગમાં રહેતા અજિત ચોકિયાની આરે રોડ પર જ આવેલી જી. કે. બ્રધર્સ નામની દુકાનમાં રવિવાર મોડી રાતથી ગઈ કાલે વહેલી સવારના સમયગાળા દરમ્યાન કેટલાક શખ્સો દુકાનનું તાળું તોડીને દુકાનમાં રહેલા કબાટમાંથી ૧,૮૦,૦૦૦ રૂપિયાની માલમતાની ચોરી કરીને ભાગી છૂટ્યા હતા. બીજા બનાવમાં બોરીવલી (ઈસ્ટ)માં એમ. જી. રોડ પર પાવાપુરી અપાર્ટમેન્ટમાં રહેતો મધુ અગ્રવાલ રવિવારે ઘર બંધ કરીને બહાર ગયો હતો એ દરમ્યાન કેટલાક શખ્સો તેના

ઘરનું તાળું તોડીને ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના સહિત કુલ ૨,૩૧,૦૦૦ રૂપિયાની રોકડ રકમ લૂંટી ગયા હતા, જેની ગઈ કાલે જાણ થતાં તેમણે કસ્તુરબા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.