મુંબઈના રસ્તાઓ પર છે જોખમી 20 બ્લૅક સ્પૉટ

18 January, 2020 11:00 AM IST  |  Mumbai

મુંબઈના રસ્તાઓ પર છે જોખમી 20 બ્લૅક સ્પૉટ

ફાઈલ ફોટો

છેલ્લાં ત્રણ વર્ષમાં મુંબઈના રસ્તા પર અકસ્માતની સંખ્યા ભલે ઓછી થઈ હોય, પણ શહેરમાં ૨૦ અતિજોખમી જંક્શન (બ્લૅક સ્પૉટ) પર દુર્ઘટનાઓ હજી બની રહી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં આવી ૬ જગ્યાએ ૫૧ જણનાં મોત થયાં છે. મુંબઈમાં આવાં કુલ ૫૮ જોખમી ઠેકાણાં છે, જ્યાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૮૯૦ અકસ્માત થયા છે અને એમાં ૧૮૮ જણનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું હતું. ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરવું અને પૂરપાટ વેગે વાહન હંકારવાને કારણે અકસ્માતમાં વધારો થાય છે.

૫૮ પૈકી ૨૦ જગ્યા વધુ જોખમી છે, જેમાંથી ૬ જગ્યા સૌથી જોખમી છે. ૨૦ જગ્યાની ટ્રાફિક-વ્યવસ્થા સુધારા પર પાલિકા, પરિવહન અધિકારી અને સ્વયંસેવી સંસ્થાઓ વધુ ધ્યાન આપી રહી છે. નિયમનું પાલન ન કરીને લાપરવાહીથી વાહન હંકારવાં એ અકસ્માતનું મુખ્ય કારણ છે. ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક-પોલીસનો ડર ન હોવાને કારણે બાઇકસવાર સિગ્નલ તોડીને પૂરપાટ વેગે બાઇક હંકારી જાય છે, જેને કારણે અકસ્માત સર્જાય છે.

આ પણ વાંચો : મુંબઈ સતામણી કેસઃ ડીઆઇજી મોરેને કોઈ રાહત નહીં

અત્રે ઉલ્લેખનીય છે કે જે ૨૦ ઠેકાણે બ્લૅક સ્પૉટ છે ત્યાં વ્યવસ્થા સુધારવા માટે પાલિકાએ કમર કસી છે. અહીં રાહદારીઓ સુરક્ષિત રીતે રસ્તો ક્રૉસ કરે એ માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. બીજી બાજુ અકસ્માતમાં ઘટાડો થાય એ માટે સ્વયંસેવી સંસ્થાઓ પણ આગળ આવી છે.

mumbai mumbai news