ગિરગાવમાં મેટ્રો-3ની સાઇટ નજીક રસ્તો ધસી પડ્યો : કોઈ ઈજાગ્રસ્ત નહીં

17 September, 2020 11:13 AM IST  |  Mumbai | Mumbai correspondent

ગિરગાવમાં મેટ્રો-3ની સાઇટ નજીક રસ્તો ધસી પડ્યો : કોઈ ઈજાગ્રસ્ત નહીં

એમએમઆરસીના અધિકારીઓએ ઝડપથી રસ્તો બંધ કરી ખાડાનું સમારકામ કર્યું

ગિરગાવ નજીક જગન્નાથ શંકર શેઠ (જે.એસ.એસ) રોડનો એક હિસ્સો ગઈ કાલે ધસી પડ્યો હતો.
એમએમઆરસી દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે ગિરગાવ સ્ટેશનના ઉત્તર તરફના છેડા નજીક જે.એસ.એસ રોડ પર રસ્તાનો એક નાનકડો હિસ્સો ધસી પડ્યો હતો.
એમએમઆરસીએ તરત જ રોડ બંધ કરી રસ્તાનું સમારકામ હાથ ધર્યું હતું. એમએમઆરસી સુરક્ષાના હેતુથી નજીકના વિસ્તારનાં તમામ બિલ્ડિંગ્સનું નિરીક્ષણ કરી રહી છે, જે માટે એમએમઆરસીની ઑનગ્રાઉન્ડ ટીમ, સલાહકાર અને કૉન્ટ્રૅક્ટર તહેનાત કરવામાં આવ્યા છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.
આ નિવેદનમાં જોકે સુરક્ષાનાં કારણસર જે.એસ.એસ રોડનો ઠાકુરદ્વાર જંક્શનથી ક્રાંતિનગર સુધીનો માર્ગ બેથી ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યો હોવાનું જણાવવા સાથે મોટરિસ્ટોને ટ્રાફિકનાં કારણસર આગામી બે દિવસ માટે જે.એસ.એસ રોડનો ઉપયોગ ટાળવાનું કહેવામાં આવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યા મુજબ રોડની નીચે આવેલ પાલિકાનો ફેસિલિટીઝ પરલરસ્તો ધસી પડવાથી અસર થઈ હતી. આ ઉપરાંત ઘટના પછી જૂની અને જર્જરિત ઇમારતોમાં રહેતા સ્થાનિક લોકોમાં ભય વ્યાપી ગયો હતો.

mumbai mumbai news