જોઈ લો ગણેશ વિસર્જન પછી તળાવ અને રસ્તાઓની હાલત

04 October, 2012 07:32 AM IST  | 

જોઈ લો ગણેશ વિસર્જન પછી તળાવ અને રસ્તાઓની હાલત

પરંતુ વિસર્જન વખતે ગણેશભક્તો પર્યાવરણ વિશે જરા પણ ધ્યાન રાખતા નથી. ગણેશ વિસર્જન દરમ્યાન તળાવમાં, રસ્તાઓ પર ગમે તે ફેંકવામાં આવે છે. એના કારણે પર્યાવરણને ભારે નુકસાન થાય છે. લોકોની થોડી બેદરકારી પર્યાવરણને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. પ્રશાસન રસ્તાઓ તો કેટલાય દિવસો પછી સાફ કરશે, પણ તળાવમાં નાખવામાં આવેલી જે-તે વસ્તુઓ સાફ કરશે ખરું? વિસર્જન બાદ મીરા-ભાઈંદર-વસઈ-વિરારના રસ્તાઓ અને વિસર્જન કરવાનાં સ્થળોએ લોકો દ્વારા ભારે ગંદકી કરવામાં આવી હતી. તળાવોમાં વિસર્જનના આટલા દિવસો બાદ પણ કચરો હજી દેખાય છે. નીચે આપેલી તસવીરો પરથી આપણે અંદાજ લગાડી શકીએ છીએ કે ધામધૂમથી ઉજવણી કરવામાં આપણે કેટલી બેદરકારી દાખવીએ છીએ જેના કારણે પર્યાવરણને કેટલું નુકસાન થઈ શકે છે.

તસવીરો - હનીફ પટેલ