મુંબઈમાં સોસાયટીઓમાં કોરોનાનું જોખમ કાયમ : વધુ ચાર બિલ્ડિંગોને સીલ કરાયાં

19 September, 2021 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેસ ડબલિંગનો દર સહેજ વધારા સાથે ૧,૨૭૬ દિવસ થયો છે. ગઈ કાલે એક પણ સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી.

સૈયદ સમીર અબેદી

શહેરમાં ગઈ કાલે ૪૧,૦૨૪ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાંથી ૧.૧૮ ટકા પૉઝિટિવિટી સાથે ૪૮૫ કેસ નોંધાયા હતા. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનારા દરદીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈ કાલે મુંબઈમાં ૬ દરદીનાં મૃત્યુ થયાં હતાં. એમાં ૧ દરદી ૪૦થી વર્ષની ઉંમરનો હતો તો બાકીના પાંચ સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૬,૦૪૮ થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલા કેસ કરતાં ઓછા એટલે કે ૪૩૨ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૩૭,૬૮૫ કેસમાંથી ૭,૧૪,૪૨૪ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો વધીને ૪,૭૩૯ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્‌ રહી છે. કેસ ડબલિંગનો દર સહેજ વધારા સાથે ૧,૨૭૬ દિવસ થયો છે. ગઈ કાલે એક પણ સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી. ગઈ કાલે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતાં વધુ ચાર બિલ્ડિંગ સીલ કરવામાં આવતાં આવી ઇમારતોની સંખ્યા ૪૨ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૨,૯૦૬ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૫૩૬ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.

Mumbai mumbai news